SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૫૦૮). શ્રી કાગ ઘ-વિવેચન. આર લે છે. અતએ જ્ઞાની તેવી બ્રહ્મણિથી માયાસમુદ્ર તરીને સર્વ પ્રપંચથી મુક્ત થાય છે. બ્રહ્માદષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માથામગરને તરી શકાય છે. બહાદષ્ટિ વિના માયાસાગરને તરી શકાતું નથી. સર્વ કાર્યોમાં બ્રહ્મદષ્ટિ રહેવાથી મનના કે પદાર્થો સાથે રાગાદિક લેપ થતો નથી અને તેમજ ઇન્દ્રિ અને મનના વિવેને પણ બ્રાદષ્ટિએ દેખવાથી દુનિયાની દૃષ્ટિ કરતાં ભિન્ન દષ્ટિ રહેવાથી પદાર્થો અને ઈન્દ્રિય એ બંનેને સદા નિર્લેપ સંબંધ રહેવાથી માયા સમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આત્મતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જે કે બને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી તથાપિ આન્નતિની વાસ્તવિક જંચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સર્વેન્દ્રિય વિષયને અને સર્વ પદાર્થોને બ્રહ્મદષ્ટિથી અવલોકવાથી તિરભાવે રહેલા બ્રાને આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રાને આવિર્ભાવ કરવાને બ્રહ્મદષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપ નડે છે. સર્વદા બ્રાદષ્ટિ રાખીને કર્તવ્ય કાર્યો કરવાથી રાગદ્વેષની મલિનવૃત્તિને, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપની મેહબ્રાન્તિને લય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મણિને પ્રાદુભવ થાય છે. પિયતની પેઠે બ્રહ્મષ્ટિને પ્રલાપ કરવા માત્રથી કંઈ બ્રહ્મદષ્ટિએ સર્વત્ર સર્વે કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મદષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમગીઓની કર્તવ્યકાર્ય કરવાની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબેધાય છે એવી દષ્ટિને બ્રહ્મદષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદષ્ટિથી અવલેતા આનન્દ વિના અન્ય કશું કઈ અનુભવાતું નથી, તથાપિ કર્તવ્ય કાર્યોને કરવામાં અધિકારનો લેપ કરી શકાતું નથી. બ્રાદષ્ટિને પ્રાદુર્ભાવ થવાની સાથે નિર્વિષકદષ્ટિ બને છે અને સર્વ જીના શુદ્ધ રૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદિક દેની ઉપેક્ષા થવાની સાથે સર્વત્ર નિરભાવ ઝળકી ઉઠે છે; તથા સ્વાત્માવત્ સર્વ જીવો પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણું ક્ષીણુતા થતી જાય છે. બ્રાદષ્ટિથી સર્વત્ર અવલોકતાં કષાય અને નેકષાયની મદતા પ્રતિક્ષણ થતી જાય છે અને સર્વત્ર જાણે બ્રહ્મ વિલસી રહ્યું હોય એવો અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાદિકગે થયા કરે છે. બ્રાષ્ટિની પ્રબળતાથી ઉદય આવનાર કષાયેને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે. બ્રહ્મદષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સર્વદા સર્વથા સર્વ કર્તવ્ય કાર્યો કરતા નિલેપ રહી શકાય છે. જ્ઞાનીઓ આ બાબતને અભ્યાસ સેવીને ઉદારભાવથી સર્વ કાર્યો કરતા ઉપર્યુંકતમાયાસમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મષ્ટિથી માયાસાગરને લેપ થઈ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતા અવલોકાય છે. અએવ બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાની ઉપયોગિતા અવબોધીને જ્ઞાની બ્રહ્મષ્ટિથી કાને આચરે છે એમ કથવામાં આવ્યું છે. કેઈ કાર્ય આ વિશ્વમાં અશક્ય નથી.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy