SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - ----- ------- ------ -- -- ---- - ----- -- - -- ------ -- -- - - --- - - --------- ---- -- (૫૦૪). શ્રી કર્મવેગ ગ્રંથ– વિવેચન, આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કવામાં આવે છે. ઉદયમાં આવેલા આઠે કર્મને પ્રારબ્ધકર્મ કરાવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કર્મોને આત્મા ગ્રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સન્મુખ થયાં નથી પરતુ આત્માની સાથે લાગી રહેલાં છે તેને સંવિતા અવબોધવું, જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ગ્રહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતા રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણે કર્મ કવામાં આવે છે,-એમ અમદીય વિચારપરિભાષાએ અવધવું. બન્યમાં આવેલાં અને સત્તાએ પડી રહેલાં કર્મોને સચિતકમે તરીકે જાણવા. પ્રતિઘg, રિતિવા તથા અને કરારબ્ધ એ ચાર પ્રકારે કર્મને બંધ અવબોધ. વંધ, ૩, વીળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવબોધવું. યોગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિ અને પ્રદેશ બન્ધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલો છે. આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વને અને આત્માના મૂળધર્મરૂપ દેશ ચારિત્ર અને સર્વ વિરતિરૂ૫ ચારિત્રને જે ધ કરે છે તેને કષા કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાગ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિકષાય ભાવે માત્ર કાયાદિકાગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબધ અને પ્રદેશબ માત્ર શાતા વેદનીયરૂપ બાંધે છે અને તુરત ભેગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યા સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શક્તી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવધ. આત્મા તે પ્રકૃતિના અનુયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણ તેમજ પ્રકૃતિના દલિકને સર્વથા ક્ષય કરી શકે છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત કષાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી ચગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમા એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામબાહુલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બધાય છે. કષાયના અલ્પત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કષાય પ્રાચુર્યથી દેવ અને મનુષ્ય સંબંધી અલ્પઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાના ચોગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસપૂન બંધાય છે મનેગવડે ઉપાર્જિત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે પણ તે અલ્પકાળમાં પણ ભેગવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ કાર્યોત્સર્ગમાં સાતમી નરક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy