SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - આત્મોપયોગી કર્મથી પાસે નથી. છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમા ભિન્નતા હોય છે; જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદશતા છતા અજ્ઞાનીના પરિણામ જ્યારે બધાને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પરિણામ ખરેખર મુક્તિને માટે હોય છે. જ્ઞાન અને વૈરાગ્યનું બળ શાઓમાં અપૂર્વ સંભળાય છે કે જેવડે કર્તવ્ય કાર્ય કરતે છતો નિર્લેપ જ્ઞાની જગમાં શોભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસંત્યાગથી અને સર્વત્ર સર્વ છમાં સર્વ કાર્યોમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મદથિી યથાયોગ્ય આવશ્યક કાર્યને કરતે છતે બ્રહ્મજ્ઞાની નામરૂપમાં-કર્મમાં–સંસારમા પાસે નથી. વિવેચન –ઉપર્યુક્ત કેને ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મોટું પુસ્તક થઈ જાય. નિશ્ચયષ્ટિ ધારણ કરીને આત્માના ઉપગપૂર્વક સ્વક્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિર્લેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્યપ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હોય છે. જૈનદર્શન અને જૈનેતરદર્શન નેનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું બાર વર્ષ પર્યન્ત સ્મરણ મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે પશ્ચાત તેને અનુભવ કરવામાં આવે છે તેમજ અધ્યાત્મજ્ઞાનને અનુભવ કર્યા પશ્ચાત્ આમેપગપૂર્વક બાહ્યકર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ પાડવામાં આવે છે ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કર્મશિની દશા પ્રાપ્ત થાય છે. ગુરુકુલેમાં અધ્યાત્મશાના અભ્યાસક કર્મચાગી મનુષ્યો પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતને ઉદ્ધાર કરનારા મહાપુરૂષોની પરંપરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને ઉર્વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેઓ સ્વપરદર્શનનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે કર્તવ્યપ્રવૃત્તિને અદા કરશે ત્યારે તેઓ આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું બલ નથી ત્યા આચારનું બલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારબલની કેળવણી કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારોનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આભેપગપૂર્વક બાહ્ય કર્તન્ય પ્રવૃત્તિને સેવી શકાય છે. આત્માનો અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેપતે નથી એમ કમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે બાહ્ય નામ રૂપની પ્રવૃત્તિમાં નાની કઈ તત્વ દેખી શકતા નથી તેથી તે તેમા લેપાઈ શકતા નથી નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાન પ્રકાશ જવાથી પશ્ચાત્ નામ રૂપ સંબંધી વ્યવહારે જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં લેવાનું ન થાય એ વસ્તુત સંભાવ્ય છે. આપની સાથે બાધ કાર્યો કરતા નામરૂપની રાગદ્વેગાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આપાગી જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં તે બંધાતો નથી આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યોમાં અને સર્વ કર્યું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy