SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભ્રષ્ટ થયા; જેથી તેઓની વિ સંપન્નરમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીઓ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થ પણ પાક્તા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃત્તિથી વનમાં ગુફામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્દ હેમાચાર્ય જેવા કર્મયોગી ત્યાગીઓની જરૂર છે અને વિમલશાહ, વસ્તુપાલ, કુમારપાલ, સંપ્રતિ, શ્રેણિક શ્રી કૃષ્ણ, જેવા ગૃહસ્થ કગીઓની જરૂર છે ક્ષત્રિધર્મ પ્રમાણે વર્તનારા અને જૈન ધર્મ પાળનારા એવા ક્ષત્રિયોની જરૂર છે. રવાધિકારે ગુણકર્મ પ્રમાણે વર્ણ ધર્મમાં રહીને જૈન ધર્મ પાળનારા ગૃહસ્થ કમગીએની જરૂર છે બ્રાહ્મણના ગુણકર્મ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કર્મયોગી જેન બ્રાહ્મણની જરૂર છે. પરંતુ વૈશ્ય શકના ગુણકર્મધારનારા એવા જૈન બ્રાહ્મણોની જરૂર નથી આચારદિનકરમાં ગુણર્મવિશિષ્ઠ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત એ ચાર ગૃહસ્થ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વણને જેને જૈનધર્મ પાળતા છતાં અને અન્તરમાં પરમાત્મા વિતરાગદેવનું ધ્યાન ધરતાં છતા-ગુણકર્માનુસ્વાધિકારે પ્રવૃત્તિધર્મ સેવતા છતા કમથી બધાતાં નથી અને પરમબ્રહ્મપદની અર્થાત મેક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. એવું કર્મગનું રહસ્ય જ્યારથી જેન ગૃહસ્થમાથી વિસરાઈ ગયું ત્યારથી ગૃહસ્થ જેનેમા અને ત્યાગી વર્ણમા શુષ્ક પ્રવૃત્તિમાર્ગની અને શુષ્ક નિવૃત્તિ માર્ગની ગૌણુતાની પરંપરા વધવા લાગી અને તે આજે જેના કામમાં પ્રત્યક્ષ માલુમ પડે છે; માટે ગૃહસ્થ ચારે વર્ણના જેમાં અને ત્યાગીઓમા દિદારની અર્થાત વિશાલ દષ્ટિએ કર્મવેગના ઉદ્ધારની અત્યંત આવશ્યક્તા જણાય છે જેના કામમાં જ્ઞાન ક્રિયામાર્ગના રહસ્યો, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જેને કેમની પડતીને આરભ થયો હવે અનેક દેશીય પ્રજાઓની આર્યાવર્તમા ભરતી થવા લાગી છે તેવા સમયમાં જે શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈન કેમ વળગી રહેશે તે અને પરિણામ એ આવશે કે જેનકેમ પોતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહી. હાલ એથે આરો નથી, હાલ તે પંચમ આર–કલિયુગ છે તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેકે જીવી શકે છે તેથી દેશકાલ, બલ, સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગમા અને ત્યાગી વર્ગના કર્મયોગીઓ પ્રગટાવવા જરૂર છે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની બની નિરાસક્તિપણે સ્વાધિકાર સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મો કરનારા કર્મયોગીઓ બહોળા પ્રમાણમાં ચારે વર્ણમા પ્રગટે તે તેથી જૈનધર્મની તથા જેમની ઉન્નતિ થાય તે નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્માગીએ થયેલાની ઘણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના કર્મયોગીઓમાંથી આસક્તિ ટળતી નથી તેથી તેઓ કર્તવ્યકર્મો કરતાં છતાં બંધાય છે. જેને શાસ્ત્રો જણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરે જેને માથી આ કર્મયોગી- આત્મજ્ઞાન ટળવા લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માગમા આસક્તિ વધી અને આની અત્યંત તેથી તેઓ પરસ્પરમા મતામત કરી ગચ્છસ પ્રદાયકલેશથી ક્ષીણ થયા અમોએ આવશ્યકતા. અમારા બનાવેલા અન્ય ગ્રન્થમા અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણાવી છે તે વડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસક્તિથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રન્થ વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિને ત્યાગ કરી ધર્મપ્રવૃત્તિ કરવા માટે અધ્યાત્મ ગ્રન્થની રચના કરવામા આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાતિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકાર સર્વ કાર્યો કરતા છતા મુક્તતા પ્રાપ્ત કરી શકાય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy