SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - -- --- - - - - (૪૮૬) શ્રી કર્મયોગ પ્રથ–સવિવેચન. આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરતા છતાં કદાપિ કર્મભીતિથી કર્તવ્યભ્રષ્ટ બની શુષ્કવાદી બનતા નથી. પિતાને આત્મા નિર્મલ બુદ્ધિવ સાર્વજનિક હિત કાર્યો કરતા કદાપિ બંધાતું નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકો નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પિતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે, માટે કર્તવ્ય કાર્યથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યો કરવામાં આવે છે તે કાર્યોમાં આત્મજ્ઞાનીઓ આત્મચેયવાળી ભાવષિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચ ભાવના ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ લક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉરચ મહાન બનતા જાય છે. મહામાં મહાત્ ચવતિ અને રંકમાં ૨ક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વફરજદષ્ટિએ બને સમાન છે, કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચક્રવર્તિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણું સ્વશલ્યનુસારે સ્વાધિકાર સ્વફરજ અદા કરવી પડે છે અને તેથી બને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે – એમ બનેને પરમાત્મપદમાં સમાન હક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીઓ આવી કર્તવ્યકર્મસ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અનેક ગુણને અનુભવ પ્રાપ્ત કરે છે અને મોહવૃત્તિયોની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે, અએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા અત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારાવધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને, વૈરાગ્યબળે આસવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે એમ આચારાગસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કમ્યું છે. અતએવી પ્રારબ્ધ કમાયેગે આત્મજ્ઞાનીને ભેજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિ બધાને માટે થતી નથી. અપુનર્બ ધક ગુણસ્થાનને પામી આત્મજ્ઞાનીએ કર્તવ્ય કાર્યોને વિવેકપુરસ્સર કરે છે. અવતરણ–આત્મજ્ઞાની કમગી આત્માની કેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે– यस्य लाभो न हानिश्च, कार्याकार्येऽपि योगिनः । . स्थूलदेहे स्थितः सोऽपि निश्चयान्नास्ति तत्र सः ॥८२॥ . .
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy