SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યપ્રવૃત્તિની મુખ્ય દિશા. (૪૭૩ ) ભાન થાય એ ગુરુકુલાદિદ્વારા સોધ પ્રાપ્ત કરાવી જોઈએ. પ્રત્યેક મનુષ્યને સર્વ બાબતને પરિપૂર્ણ જ્ઞાની બનાવ જેઈએ કે જેથી તે વાધિકારે કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ બ્રણ ન થાય અને અન્ય પ્રવૃત્તિને કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાર્ય કરવાની શક્તિ ખીલી હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી તે પિતાને અને વિશ્વને અલ્પષપૂર્વક મહાન લાભ સમર્પવાને શક્તિમાન્ હોય તેણે તે કાર્યપ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકાર કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાને પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક છે પણ અન્યના હકમાં માથું મારવાને તેને અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલો સાંભળવાનો પ્રત્યેક મનુષ્યને અધિકાર છે પરન્ત આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ કરવાને અધિકાર નથી, એમ જે વિશ્વસમાજને પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તો તેથી દેશાર્થે થતાં યુદ્ધો અને ધમર્થે થતા યુદ્ધોને અન્ત આવે છે તેમજ તેથી સ્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લઈ શકે એવી કાર્યપ્રવૃત્તિને સ્વાધિકાર સ્વતંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયેગ્ય કર્તવ્યાધિકાર અવધતો નથી તે દેશ સમાજ અને સંઘનું શ્રેયઃ સાધી શક્તો નથી અને તેમજ તે ધાર્મિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતું નથી. દેશમાં સમાજમાં સ્વાધિકાર ભિન્ન કર્તવ્યપ્રવૃત્તિના ચગે ગરબડ ધાધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણકર્મપ્રવૃત્તિને ત્યાગ ન કરવું જોઈએ અને મીઠાએ પિતાની સ્વાભાવિક કર્મપ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઈએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વક્તવ્યપ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. મનુષ્યમાત્ર સ્વામેન્નતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિસ્થિતિના અનુસાર ભિન્ન ભિન્ન કર્તવ્યસ્વાધિકારવડે ભિન્ન ભિન્ન કાર્યપ્રવૃત્તિને સેવે છે, તેમાં પરસ્પર કેઈની પ્રવૃત્તિમાં કેઈએ વિશ્વ ન નાખવું જોઈએ. કેઈ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતો હોય તો તેને દલીલો પૂર્વક સમજણ આપવી જોઈએ અને તેના કાર્યમાં સહાધ્ય કરવી જોઈએ, ઈત્યાદિ પ્રસંગોપાત્ત અવધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિને ત્યાગ કરે અવતરણકર્તવ્ય કાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં આવે છે– છે, यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते । कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७॥ શબ્દાર્થ—જે કર્મ-કાર્ય કરવાથી જેની વાભેન્નતિ થાય છે તેણે તે ર્તવ્ય કાર્યને કાર્યસાપગથી કરવું જોઈએ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy