SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ----- - - - - - -- - -- - - - - - - - - - - - - - - - (૪૫) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વાસ્તવિક કલ્યાણ-ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વર્તન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશને ધર્મને સમાજને અને સ્વાત્માનો ઉદય થતું નથી. આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણથી વર્તવું જોઈએ. ચારિત્ર માટે તે કહેણી પ્રમાણે રહેણું હોય છે તેમજ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણી પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખે મનુષ્ય-ફકત કથની કરનારાઓ-પોંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પિતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અને જનસમાજમાં હલકા પડ્યા વિના રહેતા નથી. આર્ય દેશમા પૂર્વે રહેણી અને કહેણીનું સામ્ય હતું. તેથી આર્ય મનુષ્ય સર્વ દેશ પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શકિત પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. હવે પૂર્વ પુરૂષોની મહત્તા ગાઈને બેસી રહેવાને સમય નથી. હવે તે જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ વગેરે રાજાઓ કહેણી પ્રમાણે રહેણુને રાખી ઈતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને શ્રીહીરવિજયસૂરિની કહેણી પ્રમાણે રહેણ હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણું પ્રમાણે રહેણું હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. નેપોલિયન બોનાપાર્ટની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કંઈ પણ કહેતે હતું ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકો પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તો મનુષ્યના સત્ય શબ્દની કિમત વિશેષ છે, કારણકે શબ્દબ્રહ્મવિના આ વિશ્વને એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતો નથી તે કદાપિ પ્રમાણિક બની શકતો નથી. જે મનુષ્ય બેલેલા બેલ પાળીને તે પ્રમાણે વત બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદવર્તનને અધિકારી બની શકે છે. ઘટાટેપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉરચતા સિદ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દ પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાઈ છે. મનુષ્ય પ્રથમ તે બેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. વિષયનગરમાં એક વિષયા નામની વેશ્યા રહેતા હતી, તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારો લેકે તેના વ્યાખ્યાનને શ્રવણ કરવા લાગ્યા. તેનું વ્યાખ્યાન શ્રવણું કરીને લોકો પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાં સુધી વિષય વેશ્યા પિતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવ તેના શબ્દ ખરેખર ફેનાઝાફની પેઠે જાણવા. એવું કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવબોધવાનું કે તપ જપ ટીલા ટપકાં કરતાં પૂર્વે કહેણ પ્રમાણે રહેણીના સદ્વર્તનથી વિભૂષિત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy