SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - • - - - - ( ૫૪) શ્રી કર્મયોગ શ્રેથ-ઍવિવેચન. બુદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની ચવરથા, સ્વરછતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય. એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સંબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વરછતા તથા સુન્દરતાની શુદ્ધિવૃદ્ધિ થાય અને તેથી આમેન્નતિકારક આત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાન બની શકાય. પ્રત્યેક મનુષ્ય સ્વામકર્તવ્ય કાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વરછ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂ-દે થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વપાઠશાલામા વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ ગ્રહવું જોઈએ. કોઈ સનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુષ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણું અસ્વરપણું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્ય કાર્યમાં સંતોષ માની ન લેતા દરેજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવાં જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અલ્પ કાર્ય પણ વ્યવસ્થિત સ્વચ્છ અને સુન્દર કરવું અને તેવી કેળવણપૂર્વક સદા પ્રવૃત્ત થવું. અવતરણ–પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે. શો, प्रवृत्तिमन्तरेणोक्तिहितार्थ नैव जायते ॥ क्रिया सुवर्णवबेोध्या रूप्यवत्कथनं शुभम् ॥७३॥ શબ્દાર્થ–પ્રવૃત્તિવિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવબેધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી. વિવેચન-લાલા લાખ તે લે ! સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કેઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડું લાડુ માત્ર બોલવાથી ઉંદરની પૂર્તિ થતી નથી વિશ્વમાં બેલવા કરતાં કરી બતાવનારાની અનન્તર્ગુણી જરૂર છે. કર્મચગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવધે છે. કર્મયોગીઓ કહે છે કે તમે આવશ્યક ર્તવ્ય કાર્યો કર્યા કરે; તમે શું કરો છો તેને કર્તધ્યકાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તી અવધર્યું છે. કથની કરનારા મનુની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓની " શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy