SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - “જે થાય તે સારાને માટે” એમ માની કતય કરે. (૪૦૩) श्लोकः अधुना जायते यद्यद् यद्भुतं च भाविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म कर्तव्यं सव्यपेक्षया ॥ ६६ ॥ શબ્દાર્થ—અધુના જે કર્તવ્ય કાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સર્વે સારાને માટે છે એવું સાપેક્ષદષ્ટિએ માનીને કર્તવ્ય કાર્ય કરવા જોઈએ. વિવેચન–ભૂતકાલમાં જે કર્યું તે કર્યું–હવે તત્સંબંધી ચિંતા કર્યાથી કંઈ વળે તેમ નથી. તથાપિ મનમા એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાળમાં જે જે કરાયું છે તે વસ્તુત શ્રેય માટે છે. જે જે કંઈ કર્યું અને કરાશે તેમાથી જ્ઞાની મનુષ્યોને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમા જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્યકાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમા જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું થઈ રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉલ્કાતિવાદદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળને ભેદીને તેમાં કાયલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્ક્રાતિ ક્રમમાં આહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુખના સંગમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામા આવે છે તેથી જ આત્મોન્નતિને માર્ગ ખુલો થાય છે એવું અનેક દાતેથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થશે અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલોકતા ટપકાભ અવાધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાક્રમો અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લોકેના મનમા આવ્યું. રાવણની સાથે લડવાથી તેમને ઉદય થયે અને અદ્યપર્યત તેમના ચરિતથી વિશ્વવતિમનુને અનેક પ્રકારને સદુધ મળે છે. પાડે બાર વર્ષ વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિને પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરના અવળેધાશે જ્ઞાની મનુષ્યોને દુખો પડે છે તે સુખાથે થાય છે. વૈશાખ માસના પ્રખરતાપ વિના વર્ષ ની નથી; જેમ તાઢ તાપ ઘા પડે છે ત્યારે ઘણી વૃદ્ધિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુખે અને અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે તેથી દુખો અને વિપત્તિમાથી તેની પ્રગતિનો માર્ગ ખુલો ઘાય છે. દિકણુ વગેરેએ મેરઠ દેશમાં હારિકામાં દુખના માથાં આવીને વાસ કર્યો તેથી ક વગેરે યાદની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઇતિહાસના પાને અમર થી મ" પુરૂષને માર્ગ ખરેખર દુખ વિપત્તિ વગેર કાંટાની ટીમાંથી નીકળે . શમાવી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy