________________
( ૪૦૦ ).
શ્રી કર્મયોગ થ–સવિવેચન.
------ . -- --- આદિ સંસ્થાઓ સ્થાપવામાં સરકારે તથા રાજાઓએ પરિપૂર્ણ સાહાસ્ય કરવી જોઈએ અને અવનતિથી પતિત મનુષ્યોની સંતતિનો ઉદ્ધાર કર જોઈએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહાપરાક્રમી કાર્યો કરે એવા કર્મગીઓ બની શકે. વીર્યની સંગ્લા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ગમાર્ગમાં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શકિતની સારી રીતે ખીલવાણી કરી શકાય છે. અએવ મનને વશમાં રાખવાની ઈચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની સંરક્ષા કરવી જોઈએ. કાયિક વીર્યના બળે બ્રહ્મમા ચરવા ચોગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણે માટે વીર્ય ખીલવી શકાય છે વાણી અને કાયિક વીર્યની જેનામા અશકિત છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતો નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પિતાના તાબામાં રાખી શકતા નથી. આમાના તાબામાં મનને મૂકવાની ઈચછાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્યરૂપ દેવની ઉપાસના કરી વીર્ય સંરક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રતવવાને આત્માવડે અભ્યાસ સેવ કે જેથી આત્માની શકિતવડે કાયા અને મનને સ્વાત્તાપૂર્વક પ્રવર્તાવી કર્મયેગી અને છેવટે જ્ઞાનગી બનાવી શકાય મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મચગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી અને તેમજ તે વિના આત્માની સત્તા સર્વત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ ચેગી કૈલાસપર ચડી ગયા અને બરફના શિખરને સંકલ્પબળથી પડતા અટકાવ્યું તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવબેધવું બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચર્યધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાને અધિકારી બને છે. શ્રીમદ્ થશેવિ ઉપાધ્યાય બ્રહ્મચર્યના પ્રતાપે એને આઠ ગ્રન્થ લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએ બ્રહ્મચર્ય ધારણ કરવાની અત્યંત ઉપયોગિતા અવધવી જોઈએ અત્ર એક અસ્મદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દૃષ્ટાન્ત આપવામા આવે છે. પંડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે. તેઓએ ચોવીસ વર્ષ પર્યક્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું. પશ્ચાત પરચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યો ષટું વર્ષ પર્યત ઉજાગરે કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમને અભ્યાસ કર્યો કોશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી, પશ્ચાત્ કાશીમા આવી મહામહોપાધ્યાની પ્રધાન વિદ્વત્ સંસ્થામાં જ દર્શનની પરીક્ષા દેઈને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષ પર્યન્ત બનારસ યશવિજય જૈન સંસ્કૃત પાઠશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષકની કાર્યપ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યન્ત અમને સ્વાદ્વાદ