SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૨ ) શ્રી કમગ સંય-વિવેચન. દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત વરમાથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવરથા થાય છે અને કેમ હાંસી થાય છે, પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાચને પ્રારંભ કયો પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ સેવાય છે. પ્રારંભિત એક કાર્યમાથી પદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિશ્વાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિદીન થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિત અન્ય રસાહાધ્યકેની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાત્ તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશકય થઈ પડે છે. અત: કેટી ઉપાયે કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિત કાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘોરીએ દશ વાર દિલ્હીપતિ પશુરાજની સાથે હારતા પણ દિલ્હીની ગાદી લેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયે. શિવાજીએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા કેદમાથી છટકી જઈને પ્રારંભિત કાર્યની પૂર્ણાહૂતિ કરી ત્યારે તે શાન્ત થયે. હજારે ક્રાર્યો કરવા પૂર્વે એક કાર્ય પ્રારંભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મચાગીઓનું મંતવ્ય છે. પ્રારંભિત શુભકાર્યની પૂર્ણાહુતિ કરતાં મરણ થાય તે શ્રેયસ્કર છે, પરંતુ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરી જીવવું કઈ રીતે ચગ્ય નથી. કોઈપણ કાર્ય કરતાં ઉપાધિઉપસર્ગ દુખે ન પડે એ તે ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિનેસંકટ સમુપસ્થિત થવાના છે એમ માની તેના ઉપાયે પહેલાંથી ગ્રી પ્રારંભિતકાર્યો કરવા જોઈએ, અન્યથા કર્મચગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કષ છેદ અને છેવટ અગ્નિતાપમાં રહી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હદયહાર તરીકે બની શકે, તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતા અનેક તાપે ને દુખેને સહન કરી જીવી શકે અને કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તે જ ખરેખ કર્મચગી જાણુ અને તે જ આત્મશક્તિની અને સમાજસંઘશક્તિની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવધવું. વિવેકે વાધિકારે જે, શુભંકર કાર્ય પ્રારંવ્યું; ઘણાં વિને ખડા થાતાં, કદાપિ કાર્ય ના ત્યજવું. દિવાકર પાસમા આવી, તપાવે સખ્ત કિરણથી; તથાપિ તે સહી ધેર્ય, કદાપિ કાર્ય ના ત્યજવું. - નિવૃત્તિને પ્રવૃત્તિના, યથાગ્ય જ અધિકારે; તે કરતાં વિઘકેટીએ, કદાપિ કાર્ય ના ત્યજવું.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy