SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૦). શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. છે તે તે અન્તર્થી ભેગસંયુક્ત છે. અએવ અન્ન વાગ્ય સારાશ એ છે કે આત્માની નિસગતાથી બાહ્ય શુભાશુભ પદાર્થોના સંબંધમાં આવતા ખાદ્યપદાર્થોની શુભાશુભ અસર પોતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આનદમય અનન્ત જીવનની પ્રાપ્તિ થાય છે. એક ઋષિએ પોતાના કેટલાક તપસ્વી શિષ્ય દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સંગી . કહીને બોલાવ્યા, અને કેટલાક ગૃહસ્થભકતે આવ્યા તેઓને નિસંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભોગ ભેગવવાની મનમાં પ્રબલવાસનાઓ પ્રગટી હતી અને ગૃહસ્થના મનમાં જ્ઞાનેગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારને ત્યાગ કરવાની પ્રબલભાવનાઓ જાગ્રત થતી હતી. આ પ્રમાણે અન્તરુની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભકતને નિસંગી કહ્યા. નિ સંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિ આવ્યા છતા ઉપાધિમાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિમા નિસંગ રહેવાથી કેટલાક રોગોને શરીર પર હુમલો થતું નથી અને શેક ચિન્તાના અશુભવિચારોને પણ મનપર હુમલો થતું નથી, તેથી બાહ્યથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિસંગપણાથી આત્માનંદ ભેગવવા સમર્થ બને છે. એક કલાક પર્યત આત્માને નિ સંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલ થઈ જાય છે અને અન્ય અજ્ઞાનીઓના કરતાં કરોડગણે અનન્તગુણ નિલેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી નિસંગભાવનામાં આરૂઢ થયા વિના નિબંધ થવાનો નથી. બાહ્યસંગ તે અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાસુધી તીર્થ કરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઈ આશ્ચર્ય નથી. અતએ આત્માને ઉચિત એ છે કે મનના શુભાશુભ કલ્પનાથી પિતાને શુભાશુભ સંગી ન માની લે. આત્મા નિસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ બને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાના ચાર્જ અન્ય અમલદારને સોપી આનન્દથી છૂટા પડે છે તેમ પ્રત્યેક મનુષ્ય નિ સંગ આત્માને માની કર્તવ્ય કાર્યો કરતા છતા અન્તરથી તે પદાર્થોનો સંબંધ જ ” પાતાની સાથે નથી એમ માની પ્રવર્તવું, જેથી રતિ અરતિ રાગદ્વેષરૂપ આચ્છાદનોથી પોતાનો આનન્દ ગુણ આચ્છાદિત બની જાય નહિ બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ અન્તરથી નિ સંગ રહેવાથી જ્યારે જોઈએ ત્યારે આત્મા આનંદમા ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પિતાનો આનન્દ આઈ બેસતું નથી. અતએ નિ સંગભાવનાવડે આત્માની નિ સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિસંતાયુકત આત્માને આ સ સારમાં સર્વ કર્તવ્ય કાર્યો કરવાનો અધિકાર છે કારણ કે તેથી તે બાહસ ચોગથી બંધાતી નથી. તેને તે આ વિશ્વ એક રમકડા સરખું લાગે છે અને તે અનેક પરિવર્તનોમા સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિ સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્ય વિચારીને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિસંગભાવનાથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy