SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮) શ્રી કમગ 2થ-સવિવેચન. પ્રખ્યાત શોધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પિતાની કાર્યપ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બને છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિય, વિદ્યોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણે રાજાઓ અને સેવકને સ્વકાર્યપ્રવૃત્તિમા અનેક વિપત્તિ નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે; પરંતુ જેઓ ખરેખરા કર્મયોગીઓ છે તેઓ તે સત્યવૃત્તિ કરતા અનેક પ્રતિકૂલ સંગે પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સંયોગના સામા ઊભા રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પરિત સાનુકૂલ સંયોગોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કોટલાને રાજા એક વખત ઇગ્લાંડની સાથે લડતા હારી ગયે, તે પોતાના મહેલમાં રહ્યોરહ્યો વિચાર કરી સુંઝાતે હતા એવામાં તેણે કરેળીયાને જાળ રચતા જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાવ્યો પણ તે હિમ્મત ન હારતા જાળ રચવા લાગ્યો અને અનતે ફાળે. તે કરોળીયાનું દશાંત મનમાં ધારણ કરીને સ્કેટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવાકૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મેહ પ્રકટે એ સ્વાભાવિક છે; પરન્તુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સામે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્યકાર્ય કરવાની કુંચી જાણવી. મહમ્મદપયગંબર એક વખત તેના શત્રની સાથે લડતું હતું, તે પ્રસંગે પિતાના સૈનિકની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝા નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશપરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પેગંબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્યપ્રવૃત્તિમા જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણોએ મૂકયું હતું પરંતુ તે ન મુંઝાવાથી સ્વકાર્ય કરી શકશે. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય કુરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્યે ફરજની ઉત્તમતા અવબોધવી. જ્ઞાની એ કર્મયોગી પિતાના આત્માને સત્યવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કળી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાં હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે મારા શબ્દો મારા આચારવડે હું સમણિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને વચનને અને કાયાને એવી રીતે કેળવવા જોઈએ કે જગસમકિની કેઈપણ વ્યષ્ટિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy