SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ કામ વિકારથી રાગદેષની વૃદ્ધિ થાય છે ( ૨૩૩ ) વામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે અને અન્ય જીને આત્મકલ્યાણમા પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લભ કષાયોનો નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અલ્પ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના યુગલો રહે છે તેને પુરુષ સ્ત્રીવેદ અને નપુંસકવેદ તરીકે અવધવાં વીર્યના પુદ્ગલથી સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદપ્રકૃતિપુગલઉંધો ભિન્ન છે. પુરુષદાદિ પુદ્ગલ સ્કંધના ઉદયમાં વીર્યાદિ પુદ્ગલ નિમિત્તરૂપે પરિણમે છે પુરુષવેદાદિ પ્રકૃતિ સર્વથા ક્ષીણ થતા વયદિ પુદ્ગલો કદી પુરુષવેદાદિ પ્રકૃતિને વિકારવાને શક્તિમાન્ થતા નથી. પુરુષવેદાદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમા પુનઃ પુન: પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરુષવેદવિકારને નષ્ટ કરવાને વિવેક પ્રગટે છે પુરુષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે પુરુષાદિને નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ્પ અને વિકલ્પનો નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી આત્મામાં સ્થિરતા થાય છે. કામવિકારથી મન વચન અને કાયાની ક્ષીણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ભવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યા રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયમાથી ઈછાનિત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહામા–આત્મામાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને ચગ્યતા પ્રકટે છે. પદ્રિયના વિષયમા સમભાવ પ્રકટવાથી કામવિકારની શાતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસમુખવિનિપાત પામે છે. જે મનુષ્ય કામવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિકતાને પામે છે એક રીતિએ છીએ તે સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની રાજ્યની સમાજની અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દપુદ્ગલોની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુ ખમય પાતંત્ર્ય ભેગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આખેની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળું) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શકિતમાન થતું નથી કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમા પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનરુષ્ટિએ અનુભવતા સત્યાનુભવ આવ્યાધી પશ્ચાત્ કામગમાથી ચિત્તવૃત્તિ ઉડી જાય છે તે વિના કદી કામભેગમાથી ચિત્તવૃત્તિનું ૩૦
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy