SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - સતોષ એ જ સાચું ધન છે. ( ૨૨૫ ) કેઈ પણ રીતે ચગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તો પણ શું? પ્રાપ્ત વસ્તુઓથી શું? આયુષ્યની રક્ષા થવાની છે અને રાગ શેક દુખ વગેરેને નાશ થવાનો છે? ઉત્તરમાં કથવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તો તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાનું થતું નથી. એક તળાવમાં સહસ્ત્ર મનુષ્યને એક વર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય દિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એક વર્ષ પર્યત સહસ્ત્ર મનુષ્યોને ચાલી શકે ખરૂં, પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયને ભંગ કરી પાચ મનુષ્યના ભાગનું વાર્ષિકજળ સ્વયં ગમે તે રીતે વાપરી નાખે તે પંચશત મનુષ્યના જીવનમાં વિદ્યકર્તા થઈ પડે; તદ્વત્ અત્ર વિશ્વરૂપ ગૃહમા આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઓનો ઉપયોગ કરવામા આવે તે કંઈ લેભની આવશ્યકતા નથી. કુદરતના નિયમને ભંગ કરવાને માટે મનમા લેભપરિણામને ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમા ઉપગિતાને વિચાર કરવામાં આવે તે પચેગી વસ્તુઓનું વિવેકપુરસ્સર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ કરે છે અને તેમાં લાભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્ય જીવનમાં ઉપગિતા છે અને ધર્માર્થ બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્યવસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે તો તેમાં સુતેષ પરિણામજ રહે છે અને લેભ પરિણુમાને કરોડો યોજનને દેશવટો મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતા હદયમા આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે જીદગીને ઉપયોગી વસ્તુઓ દરજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જીદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતું નથી. તદ્ધત અત્ર પણ પ્રારબ્ધર્માનુસારે આયુષ્ય અંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યા ત્યા મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈપણ જરૂર નથી. પર્વતના શિખર પર ઉત્પન્ન થએલી કટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાહ્યદગીની ઉપગી વસ્તુઓ મળે છે તેની હાય વરાળ કરીને નકામે લેભ ધારણ કરવાથી સિકદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તે પશ્ચાત લોભના ૨૯
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy