SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ . .. - -- - - --- - - -- - - - - - - - - (૨૧) શ્રી કર્મયોગ પ્રથ-વિવેચન. * * * જ્યાસુધી અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યત: સમાધિ. અવન બેધવાથી સમ્યક સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. અએવ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સવિકલ્પ નિર્વિકલ્પક સમાધિનું સ્વરૂપ અવબોધાય છે ત્યારે આગ્નસમાધિની સમ્યપણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મપ્રતિ ઉપગ દે અને બાકીની સર્વ બાબતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશને યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશોમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણે વ્યાપી રહેલા છે એ સ્થિપગ ધારણ કરીને આત્માના અસંખ્ય પ્રદેશમાં લયલીન થઈ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાયે સેવી પદ્માસન વા સિદ્ધાસન વાળી આત્માના સંખ્યપ્રદેશને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમા સદૂગુરુકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિર્વિકલ્પ સમાધિને ચારિત્ર દિશામાં અનુભવ આવે છે અને તેથી ઈદ્રિયાતીત સહજ સુખનું ઘેન એવું પ્રગટે છે જે ચૌદ ભુવનમાં ન માય એવું જણાય છે જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યા આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યા છે ત્યાં આત્માના અસંખ્ય પ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનું જે રૂ૫ આત્માનુ છે તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિવિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તે જ પરમાત્મા પરમેશ્વર પરબ્રહ્મ ખુદા પ તિ છે. નિવિલ્પ સમાધિમાં પિતાના આત્મારૂપ પરમાત્માની સ્વચિત્તવૃત્તિની સાથે એકતા થવાથી પરમાત્મજ્ઞાનસાગરમાં ચિત્તવૃત્તિનો સબંધ થવાથી પશ્ચાતું પરભાષામાં જે જે વિચારે ઉદ્દભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વિખરી વાણીદ્વારા બહાર આવે છે અને તે ઇશ્વર દેવ સર્વત્તવાણી તરીકે લોકમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિર્વિકલ્પ સમાધિદ્વારા આત્મય સંબંધ થવાથી પરમાત્મા સ્વયં અવબોધાવવાથી સર્વ પ્રકારની વાસનાઓ કે પરપુદ્ગલદ્રવ્યસંએગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવના કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હાય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનું ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવું હોય તે નિર્વિકલ્પ સમાધિને અંતમુહૂર્ત પર્યત અનુભવવાની જરૂર છે. નિર્વિકલ્પ સમાધિને અંતમુહૂર્ત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણા ઉઘડી જવાથી આગળ જે પ્રાતવ્ય અવશેષ રહ્યું હોય તે સહેજે પ્રાપ્ત થાય છે–એમા જરા માત્ર સંશય નથી. નિવિકલ્પસમાધિમન્ત મુનિએ નિર્વિકલ્પક સમાધિના ઉત્થાન કાળ પશ્ચાત ધર્મકર્મચાગે જે જે કાર્યો કરવાના અનેક દષ્ટિથી બતાવવામાં આવ્યા છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવા અને પુન નિવિ૫ક સમાધિકાલમા આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારંવાર સેવ્યા કરવું.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy