SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ , , - - - - - - ( ૧૮૦) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન . BR. - અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારેને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતા ગૃહસ્થ ગૃહસ્થ ધર્મકર્તવ્ય કર્મની અને ત્યાગીએ ત્યાગધર્મકર્તવ્યકર્મની હદ ઉલ્લંઘવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરંતુ શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરંતુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ-દૂર ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘરેઘેર ફેલા થશે ત્યારે અધ્યાત્મજ્ઞાન દ્વારા જે જે કર્તવ્ય કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવષ્ટિથી અવધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળે નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમા સ ગી જનસેવાઓનાં કર્તવ્ય કાર્યોમાં આત્મભોગ આપવા સમર્થ થઈ શક્તો નથી. લઘુસાવરમાં સેવાળ અને મલીન જંતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમા સર્વસ્વ માની લેનારા મનુષ્યો વાસ્તવિક અધ્યાત્મદષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવધવું જોઈએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચારે અને વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યમાં ઉદારપણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારે અને નઠારા આચારને નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયોગે અનેક સંકુચિત ધાર્મિક મતના દુરાગ્રહને નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિકધર્મકર્તવ્યમાં સુધારાવધારા કરી દુખના માર્ગોથી વિમુક્ત થવાય છે. જ્યારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સૅકે સકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની. અર્ધગતિકારક અનેક ધર્મના ઉપપંથે અને સંકીર્ણ આચાર પ્રકટયા. અને તેથી સંપ્રતિ આર્યાવત મા અનેક પ્રકારના ધર્મકલેશથી મનુષ્યો પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત. થએલી તન મન અને ધનની શકિતને દુર્વ્યય કરે છે કરાવે છે અને કરતાને અને મેદે છે એ ઓછી ખેદકારક બીના નથી અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઊંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારેની જે જે સીમાઓ કપેલી હોય છે તેને નાશ થાય છે તેમજ અનન્તાનમાં સર્વ પ્રકારના વિચારો સમાય એવી ઉચ્ચદશા પર આરોહણ કરવાને પ્રસંગ આવે છે અતએ અધ્યાત્મજ્ઞાનની આવશ્યક્તા સ્વીકાર્યા વિના કેઈપણ રીતે ચાલી શકે તેમ નથી આ જગત્ શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માને શું સંબંધ છે 'Y 1 સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શુ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy