SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ણ - નકના ર - - જ - - - - - - - - - - (૧૪૬) શ્રી કમ ગ ગ્રંથ-સર્વિચન. ~~~ ~ ~ ~~ ~ ~~~ ~~ ~ સાત ભીતિયોના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા શુદ્ધવરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્યકાર્ય ફરજને બજાવતા અતરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાને શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્ત જ્ઞાનયોગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયોના ત્યાગની સાથે આસકિતને દૂર કરવાની જરૂર છે. સર્વ પદાર્થોમાં જે જે મને દ્વારા આસક્તિ થાય છે તેથીજ ખરેખર બંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાની આસક્તિ, નામની આસકિત, કામની આસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપની આસક્તિ, આદિ અનેક પ્રકારની આસક્તિયો થવી એજ સંસાર છે. અનેક પ્રકારની આસક્તિયોને ટાળીને કર્તવ્યકોની ફરજ અદા કરવી એ મુશ્કેલ કાર્ય છે છતા આત્મજ્ઞાનીઓ આત્મસામર્ચે આસક્તિભાવને પરિહાર કરીને અનાસતિભાવે આ વિશ્વમાં કર્તવ્ય કર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂ૫મા થતી આસક્તિને વારતા સર્વપ્રકારનાં બંધનમાંથી મુક્ત થવાય છે અને જીવ શિવરૂપ બની જાય છે. પિતાના સ્વાધિકારે આવશ્યક કાર્યો કરતાં આસકિતભાવ પ્રકટે છે કે નહિ તેની જ્ઞાતા પિતાને આત્મા હોવાથી પિતાને આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અએવ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતા અનાસક્તિ ભાવે કાર્યની યોગ્યતા મેળવવા પ્રયત્ન કરે જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતા જે જે અશે અનાસકિત, રહે તે તે અશે સવકર્મકરણયોગ્યતા પ્રગટ થઈ એમ અવધવું. નિર્વિષ દાઢાવાળે સર્પ અન્ય જીવને પ્રાણ સંહરી શકશે નહિ. ભલે તે ગમે ત્યાં ફરે તેમ અનાસક્ત જ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોને સ્વાધિકાર કરતાં કેઈ સ્થળે બંધાતું નથી અને જ્યાં જ્યા બંધાવવાનું થાય છે ત્યા તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માઓ અનાસક્તિભાવની પ્રગતિમા આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતા આત્મોન્નતિની ભાવના અને ગુણસ્થાનક દશામા થી પતિત થઈ શક્તા નથી અને તેઓ અનાસક્તિથી પ્રત્યેક કાર્યના સંબંધમાં આવતાં જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હોવાથી અમુક પ્રકૃતિના બંધન અપેક્ષાએ તે તે અપુનબંધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસક્તિપણાથી યોગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન આદિ અનેક સાંસારિક કાર્ય કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલેકને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયોગની પ્રવૃત્તિનું અનાસકત જીવન ગાઈવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યોને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરવો જોઈએ. કૃમપુત્રનું અને વિદેહીજનક નું અધ્યાત્મણિએ જીવનચરિત્ર, વિલોકવામાં આવશે તે, તેઓ સ્વાધિકારે કર્તવ્યકમ કરતા આત્મન્નિતિને પામ્યા હતા, તેનું મુખ્ય કારણ અનાસક્તિભાવ અવબેધાશે. વિશ્વબગીચા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy