SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૧૨). શ્રી કમગ થ–સવિવેચન. પ્રાય વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કર્તવ્યકર્મસમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કેઈ પણ કાર્ય કરતાં કંઈ ને કંઈ વિપત્તિ ઉપાધિ લેકચર્ચા, વિપક્ષભેદ પ્રતિપક્ષભાવ અને વિઘ વગેરે તે થયા કરે છે પણ જે જ્ઞાની આદિ વિશેષ વડે યુક્ત છે તે પૈર્ય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પાછો હઠતું નથી. તેને હસ્તીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જન બક્યા કરે છે તેની પરવા રાખતા નથી. તે તો તેના કર્તવ્યકર્મ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે ફરજ ફરજ ને ફરજ એજ તેને શ્વાસેરસે મત્રઘોષ હોય છે. તેથી તે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિના માર્ગમાં બૈર્ય બળે અનેક પ્રકારના વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત પૈર્ય બળ ખીલવ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકાર જે કાર્યને આદરે છે તેમાં તે હજારો વિદનોને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છેદત અને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં વિજ્ય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કઈ પણ આત્મોન્નતિવાળા કાર્યને કરશે કે કેમ? તે તેના બૈર્ય ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે. જેનામા શૈર્ય ગુણ ખીલ્ય હોય છે તે સ્વકાર્યપ્રવૃત્તિ દ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવબોધવું, ગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં વૈર્ય ગુણથી વિજ્યી બની શકાય છે. આમેન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિ એમાં વૈર્યથી આગળ વધી શકાય છે. અતએ કર્તવ્યપ્રવૃત્તિપ્રગતિમા પૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી ધૈર્ય ગુણવડે કર્તવ્ય કર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યું છે તે વસ્તુત માન્ય અને આદેય છે સ્વયેગ્ય કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વૈર્ય ગુણની * સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હોય છે તે વર થાય છે, આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચગે મનુષ્ય વીર ગણાય છે આ વિશ્વમાં દાનવીર શુરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વિરે હોય છે. આ વિશ્વમાં કેઈએ ઈતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરાએજ કર્યું છે. કઈ પણ કાર્ય કરતા આત્મવીર્ય ફેરવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કઈ પણ કાર્ય કરતાં સ્વપરાકમથી પાછા ફરતે નથી. નેપોલીયન બોનાપાર્ટ ગરીબાડી રીચર્ડ અને શીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વિરેના આદર્શજીવનચરિતે અવલોકતો, વિરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મ રામ લક્ષમણ અને ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરેએ સ્વવીરતા ગે પિતાના નામને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અલંકૃત ' કર્યા છે. જે વીરમનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેઓ વીરતાયેગે અશક્ય કાર્યો કરે છે. વીરતા વિના વિશ્વમાં કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy