SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ઉદાર ચરિતનું કર્તવ્ય. ( ૧૦૭). સ્વાધિકાર એગ્ય કાર્ય કરવાને સમર્થ હોય છે તેઓના મનમાં જે હોય છે તે જ વાણીમાં હોય છે અને તેઓની વાણમાં જે હેય છે તેજ તેઓની આચરણામાં દેખાય છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિમાં ૫ટ-સ્વાર્થ વેગે વિષમતા ઉદ્દભવે છે. જ્યાં કપટ ત્યા ચપટ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેઓ પટને સેવે છે તેઓ સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને અનધિકારી ઠરે છે, કારણ કે તેઓના કપટના વિચારથી અને આચારથી આત્માની શક્તિને હાસ થાય છે. જેઓની મન વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી કરે છે. જેના ચિત્તમા વાણીમા અને ક્રિયામા એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતો નથી. તે કદાપિ બાહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદદષ્ટિએ મન વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે તો પણ તે સદાશયી હોવાથી સાધ્યલક્ષ્યને ઉપયોગી રહી કર્તવ્ય કર્મવેગના અધિકારથી ભ્રષ્ટ થતું નથી. જેના સારા આશ છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમા વિચારોની ઉદારતા હોય છે જે મનુષ્ય મન વચન અને કાયશક્તિથી સ્વ તથા અન્યજની ઉન્નતિ કરવામાં ઉદાર હોય છે તે આત્મભેગી હેવાથી વાસ્તવિક કર્મ કરવાને ગ્ય ઠરે છે જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેય વિચારોમાં ઉદાર હોય છે તે કર્તવ્ય કર્મચાગ પ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતદષ્ટિમાન મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમા, શ્રેય કાર્ય પ્રવૃત્તિમા, સમાજકાર્યપ્રવૃત્તિમા, સંઘકાર્યપ્રવૃત્તિમા, વિઘાકાર્યપ્રવૃત્તિમા અને પરમાર્થ કાર્યપ્રવૃત્તિમાં સ્વશક્તિને ઉદારપણે વ્યય કરી શકતા નથી, તેથી તે કર્તવ્યકાર્યને વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતું નથી. ઉદાર મનુષ્ય પ્રત્યેક વ્યાવહારિક લૌકિક તથા લેકેત્તર ધર્મકાર્ય પ્રવૃત્તિમા વાત્મશક્તિને ઉદારપણે ઉપયોગ કરી શકે છે તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “વારિતાનાં તુ વસુધૈવ કુટુમ્' એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ બાબતમાં મન વચન અને કાયાથી ઉદાર હોય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તેનામા મલિનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિ ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે સર્વ પ્રકારની મોટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં સ્વાર્થી દિવડે સંકેચાતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે સ્વકીય તન મન અને ધનને કારણે પ્રસંગે ભેગ આપવા સૂક્તો નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે આત્માની શુભશક્તિના માર્ગોનું ઉદ્દઘાટન કરે છે અને તેમજ વપરાશ્ય સર્વ કાર્ય પ્રવૃત્તિમા ઉદાર ભાવથી પ્રવર્તે છે અએવ ઉદારતા ગુણયુક્ત ઉદાર મનુષ્ય વાસ્તવિક કર્મવેગના માર્ગમાં વિશાલ દષ્ટિથી વિચરે છે અને કર્મવેગના રૂઢિબંધને છે : છે છે તે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy