SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ UR સ્થિરાશયનું મહત્ત. “ટેવ (૧૦૧). ~ ~ આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતની પ્રગતિમા અચગણ્ય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ વિદ્યા જ્ઞાનવડે સ્વાધિકારોગ્ય કાર્યમાં વિજય મેળવ્યા હતા. જ્યારે આર્યદેશ વિદ્યોન્નતિમાં સર્વ દેશો કરતા અગ્રગણ્ય હતો ત્યારે આર્ય દેશના મનુષ્ય સર્વ પ્રકારે ઉન્નતદશામા હતા. આર્યવર્તમાં જે જે ધર્મો સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુ વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણ પ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મચાગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત અવબોધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શક્તિ છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની કાર્યપ્રવૃત્તિને કરી શકે છે. પર્વય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમા પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મન્નિતિકારક અનેકધા કર્મચંગમંત્રતંત્રયંત્રને પ્રાપ્ત કરી વિશ્વના લવ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્ય વિચિત્રકરણીય કાર્યોનેપ્રવૃત્તિમાર્ગને માન આપી કર્તવ્યની આવશ્યક્તા સ્વીકારી જેઓ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારોનું અસ્તિત્વ સંરક્ષાકારાગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિડ જીવનમા શ્વાસ પ્રાણવત આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મચાગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મવેગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મચાગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપગિતાનો નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે સ્થિર રહેતા નથી તે ક્ષણિક આશથી થાય છે સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી જેના અસ્થિર આશ છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહેવાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયોગે અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુન તેમાથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયત બ્રહદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકૂળ વા પ્રતિકૂળ સંગમા સ્થિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ટળી જવાનું ગમે તે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યક્ત કવાશયને સ્થિર કર્યો હતો, તેથી તેમના ક્ષાત્રકર્મની પ્રશંસા ખરેખર ઇન્દ્રાદિકે કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસ્થિરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સંરત્યે નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતા તેમણે વર્ગગમન કર્યું હતું. નાની હોય તે પણ અમુક કાર્ય કરતાં સ્થિરાય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશથી અધ્યબિન્દ ધાર્યું હોય તે આશયોનું એકસરખી રીતે પ્રવહન થતુ હોય છે તેજ કાર્યની સિદ્ધિમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy