________________
-
-
-
-
છ પ્રકારના આવશ્યક કર્મો.
(
૭)
આવશ્યક ધર્મકાર્યો કરનારાં ભિન્ન ભિન્ન વૃત્તિભેદે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે, કેટલાક મનુષ્ય તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે અને કેટલાક મનુષ્ય સત્વગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાર્થોની લાલસાથી આવશ્યક ધર્મકાર્યો કરવાથી આવશ્યક ધર્મકાર્યોના યથાર્થ ફલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિને સંતોષવા કેટલાક આવશ્યક ધર્મકાને કરે છે. માન પ્રતિષ્ઠા કીર્તિપૂજા અહંવૃત્તિની લાલચે મનુષ્યો આવશ્યક ધર્મકાર્યોને કરી રજોગુણવૃત્તિનું પ્રાબલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વૈર વાળવાની બુદ્ધિ ફ્લેશહિંસા પરિણામોત્પાદક રૌદ્રધ્યાન વિચારે વગેરેને તાબે થઈ કેટલાક મનુષ્ય તમગુણના પૂજારી બની આવશ્યક ધર્મકાને કરે છે. ક્ષમા, આર્જવત માર્દવ યુક્તિ સત્ય અને શૌચ વગેરે તથા મૈિત્રીભાવના પ્રમદભાવના માધ્યસ્થભાવના અને કારુણ્યભાવના વગેરે ભાવનાઓના પિષક અને રજોગુણ અને તમોગુણવૃત્તિરૂ૫ મેહનીય કર્મને નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્વગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્યોને સ્વયોગ્યતાના અનુસાર કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાપ્ત ફરજથી ફલને અનુભવે છે. રજોગુણી અને તમે ગુણ સાંસારિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમા અશાતિ ઉદ્ભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિધ્રો પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકાર્યની પ્રવૃત્તિને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણ અને તમોગુણવૃત્તિનાયેગે આત્માની નિર્લેપતા યથાયોગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્ય ફલને રજોગુણ અને તમોગુણરૂપ ફલ તરીકે પરિણાવે છે રજોગુણ અને તમોગુણી મનુષ્ય જે જે આવશ્યક ધર્મકાર્યોથી સત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમે ગુણ અને રજોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરતા વિશ્વમાં શાનિત પ્રવર્તાવી શકાતી નથી. અએવ સુજ્ઞ મનુષ્યએ રજોગુણ અને તમગુણવૃત્તિના પરિહારપૂર્વક સવગુણવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું. રજોગુણી અને તમોગુણ મનુષ્ય યદિ આવશ્યક ધર્મકાર્ય કરનારા મનુષ્યોના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેઓની ભકિત કરે તે તેઓ શનૈશને સાત્વિપદના અધિકારી બની શકે. રજોગુણ અને તમોગુણથી પિંડમા અને બ્રહ્માંડમાં શાતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તક રજોગુણ અને તમોગુણી મનુષ્ય ક્રોધ માન માયા લેભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક બની રાવણ અને કૌરવોની પેઠે પરસ્પર સ્લેશ વૈર યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિને વહસ્તે ખાડે
દે છે અએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવાને પણ રજોગુણ અને તમોગુણી