SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ લૌકિક વનકર્મો સિવાય ધર્મ નિર્જીવ જેવો ગણાય ( ૩ ) સેવતા ધર્મકર્મપ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિમરવા ચોગ્ય નથી. જેનામાં યિાની કિસ્મત આકવાની શકિત આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા ચોગ્ય છે. ક્રિયામાં પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા લાકેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે પાછળ પિતાનાં અસ્તિત્વસ રક્ષક સંતતિબીજને મૂકી જવા સમર્થ થઈ શક્તો નથી. જે જે લૌકિન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હોય અને દ્રવ્યક્ષેત્રકાલભાવિત સ્વ અને પરને ઉપકારી તથા કરવા ગ્યા હોય તે તે ક્રિયાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૌકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે, તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે, અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકે એ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક કિયાએ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકલતાર્થે લૌકિક જીવન કર્મવેગને પ્રબોધ કરવો પડે છે. વિદ્યાબલક્ષાત્રબલ-વ્યાપારબલ અને સેવાબેલ વગેરે બલેથી જે લોકે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુના દાસ બને છે અને કઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનુબેને સ્વસ્વસ્થિતિમાં અનુકલ એવા લોકિક જીવન અને તેઓની ક્રિયાઓ જે દેશમાં અને જે ધર્મસા હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જે બની જાય છે. વિશ્વમા કેઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકે ખરેખર લોકિક કર્મપ્રવૃત્તિને સેવ્યા વિના લૌકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ–દવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકલા જીવનસંગોને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તક સંસારસ્થ જીવોને સંસારસ્થ દશામાં લૌકિક જીવન કર્મક્રિયાઓનો સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધર્મારાધો લોકિકેતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લોકિન્નતિમાર્ગથી ભ્રષ્ટ થઈ અને ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મપ્રવર્તકે કે જે ધર્મપ્રચારક માર્ગમાં પરિત દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકેને તેમના લોકિકકમ પ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને ઉપદેશ આપી તેઓની લકિકજીવન કર્મપ્રવૃત્તિને નાશ કરતા નથી. લોકેએ લૌકિકકર્મપ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીંદગીમાં જીવનતત્ત્વોના સંરક્ષણની સાથે ગૃહાવાસમા રહી લત્તર ધર્મકર્મની ક્રિયાઓને વાધિકારે યથાશક્તિ સેવવાને હેપદેય વિવેક પ્રાપ્ત કરે જોઈએ ઉપર્યુક્ત વિવેકપૂર્વક વાધિક લોકિકજીવન કર્મક્રિયાઓને નહિ સેવવામા આવે તો કર્મવ્યવસ્થા ક્રમનિયમિત પ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામા જે લેકે સંકુચિનવૃત્તિથી-નિર્વિવેકપ્રવૃત્તિથી-આલસ્યથી અને પ્રાચીન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy