SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ - .. (૨૨). શ્રી કમંગ ગ્રથ–સવિવેચન, પાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મપ્રવૃત્તિથી કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર યોગ્ય સ્વધર્મકર્મપ્રવૃત્તિ કરવી પડે છે સર્વ સ્વાસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અએવ પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અસ્તિઆદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે, માટે સ્વાધિકાર યોગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિયો અવધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશકિત નિપપણે આચરવી ઘટે છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણોગ્ય ધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિય યોગ્ય ક્ષાત્રધર્મકર્મ પ્રવૃત્તિને ત્યાગ કરે, વૈશ્ય વૈશ્યયોગ્ય કર્મપ્રવૃત્તિયોને ત્યાગ કરે, શૂદ્ર સ્વકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃત્તિને ત્યાગ કરે, જલ સ્વજલધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિને ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રણે સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરે તો એકદમ આ વિશ્વનો ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વતી રહે, પરંતુ કોઈની પ્રવૃત્તિને સર્વથા નાશ થતો નથી તેથી આ વિશ્વ અનાદિલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્લ્સ અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસર્ગિકશિતિએ કર્યા કરે છે અને તેથી જગતના સર્વ જીવો તેના ઉપગ્રહે જીવી શકે એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નભ્યા કરે છે. મનુષ્યની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એક સરખી પ્રવૃત્તિ હોતી નથી કેટલીક બાબતમાં વિશ્વવતી સર્વ જીની ઉપાધિભેદભેદતા હોવા છતા પરોપકારાદિ સામાન્ય કર્મમા એકસરખી પ્રવૃત્તિ દેખાય છે અને વ્યષ્ટિપર ઉપાધિભેદે ભિન્નપ્રવૃત્તિ અવલકાય છે. આ વિશ્વમાં સર્વ જીવોને નૈસર્ગિકરીતિએ જીવવાને એકસરખે અધિકાર હોય છે તેમાં અન્યજીને રક્ષવાને પણ એક સરખો અધિકાર હોય છે અને તેના યોગે-દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એક સરખે અધિકાર હોય છે. છતા વ્યકિતની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાઓ ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં સદેષતાદિ અનેક તરતો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામા આંતરિક નિર્લેપત્ર ધારવું એવે તે સર્વ જીવોને એક સરખે ઉપદેશ દેવો પડે છે. જીવો જીવણ્ય કીવન એવું જલજ તુઓ વગેરે સૂફમાણિવર્ગમાં અવેલેકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્યા માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અ ને ઉપગ્રહ છે, પરંતુ અન્તર બાદ તરતમાગે નિદાન પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અવબોધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર હિસ દિથી સ્વદષપ્રવૃત્તિને આદરતા છતા અન્તરથી અનુબંધાદિહિંસાપરિણામને ત્યાગ કરી નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી રામેન વધ એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મ બધભાગ ન થવાય અને અન્તરથી નિર્બ ધ–સુકત અંશે અશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરોહવાનો અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy