________________
T૧૪પા
રીતે સર્વ દેવે વિવિધ પ્રકારના વાહન ઉપર બેઠા છતા ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન ભિન્ન જાતિના વા િથી, ઘટનાદથી, અને દેવોના કલાહલથી આખુ બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તેઓમાંથી સિ હની સવારી કરનારને કહે છે કે, તારો હાથી દૂર હડાવી લે, નહિંતર મારો આ મન્મત્ત કેસરી મારી નાખશે, એવી રીતે પાડાની સવારી કરનાર ઘોડેસ્વારને, ગરૂડની સવારી કરનાર સર્પની સવારી કરનારને, અને ચિતરાની સવારી કરનાર બકરાની સવારી કરનારને પિતાનું વાહન દૂર હટાવી લેવા આદર સહિત કહે છે. તે વખતે દેના કરોડો વિમાને અને વિવિધ જાતિના વાહન વડે વિશાળ આકાશમાર્ગ પણ અતિશય સાંકડો થઈ ગયે. કેટલાક દેવે તે આવા સકડાશવાળા માર્ગમાં પણ મિત્રોને ત્યજી ચતુરાઈથી પોતપોતાના વાહનને અગાડી કરી ચાલતા થયા આવી રીતે સ્પર્ધાસ્પધથી અગાડી અગાડી ચાલતા હૈમાં કોઈ દેવને તેના મિત્રે કહ્યું કે, “મિત્ર ! જરા મારે માટે થોડી વાર તે ભજે, હુ પણ તારી સાથે જ આવુ છુ. ત્યારે તે અગાડી નીકળી ગયેલા દેવે કહ્યું કે, આ અવસર મહાપુણ્યગે પ્રાપ્ત થયું છે, ને કેઈ આગળ જઈને પહેલાં જ પ્રભુનું દર્શન કરશે તેને મહાભાગ્યશાળી સમજ, માટે અત્યારે તે હું તારા માટે
ભીશ નહિ” એમ કહી તે આગળ ચાલવા લાગે, પણ મિત્રની રાહ જોઈ નહિ. વળી તેઓમાં જેમનાં વાહન વેગવાળાં અને જોરાવર હતાં, તથા પિતે પણ બલિષ્ઠ હતા, તેઓ તે બધાઓ કરતાં સપાટાબંધ આગળ નીકળી જવા લાગ્યા, તે વખતે જેઓ નિર્બળ હતા તેઓ સ્કૂલના પામતા છતા અને ગુચવાઈ ગયા છતાં કહેવા લાગ્યા કે—
ક૯૫ ૧૩
૧૪૫