________________
પ૧૦૯ાા
અથ ચતુર્થ વ્યાખ્યાનમ્ ત્યાર પછી તે સ્વલક્ષણપાઠકે સિદ્ધાર્થ રાજા વડે તેઓના સગુણોની સ્તુતિ કરવા વડે બંધાયા છતા, પુષ્પાદિ વડે પૂજાયા છતા, ફળ અને વસ્ત્રાદિના દાન વડે સત્કાર કરાયા છતા, તથા ઉભા થવું વિગેરે માન આપવાની ક્રિયા વડે સન્માન કરાયા છતા તેઓ દરેક પૂર્વે સ્થાપેલા સિહાસન ઉપર બેસે છે ૬૮
ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણને પૂર્વે વર્ણવેલી કનાતની અંદર સ્થાપેલ સિહાસન ઉપર બેસાડે છે. બેસાડીને પુષ્પ અને શ્રીફળ વિગેરે ફળ વડે ભરેલા હાથવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયે અતિશય વિનયપૂર્વક તે સ્વપલક્ષણપાઠકેને આ પ્રમાણે કહ્યું કે- અર્થાત સ્વલક્ષણપાઠકે પાસે સ્વમાઓને નિવેદન કરવા પૂર્વે સિદ્ધાર્થ રાજા હાથમાં પુપ અને ફળ લઈ તે સ્વમાઓને નિવેદન કરી રવમાઓનું ફળ પૂછે છે, કારણ કે કહ્યું છે કે
રાજા દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું, વળી નિમિત્તના જાણકાર એટલે તિષીને વિશેષ પ્રકારે ફળ વિગેરે વડે સન્માન કરી જોતિષ સ બધી વાત પૂછવી, કેમકે ફળથી ફળ મળે છે” દલા
હે દેવાનુપ્રિયે ! ખરેખર આજે ત્રિશલા ક્ષત્રિયાણી તે તેવા પ્રકારની એટલે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને યોગ્ય એવી મનહર શામાં ચાવત કાઈક ઉંઘતી અને કાઈક જાગતી એટલે અલ્પ નિદ્રા કરતી છતી પ્રશસ્ત આવા પ્રકારના ચૌદ મહાસ્વ દેખીને જાગી છે ૭૦ |
કલ્પ ૧૦ | |
૧૦૭