________________
॥૧૭॥
*
હાય, અને જે સમુદાયમાં સઘળા પેાતાને મેટાઈ મળવાની ઇચ્છા કરે, તે સમુદાય સીદાય છે—દુઃખી થાય છે, અને અંતે છિન્ન-ભિન્ન થાય છે.” તે ઉપર અહી' પાંચસો સુલટાનુ દાન્ત કહે છે— એક સમયે અહી' તહી'થી આવીને પાંચસે સુલટો રોકડા થઈ ગયા. તે પરસ્પર સ ́પ રહિત હતા, અને દરેક અભિમાની હાવાથી પેાતાને જ મોટા માનતા હતા. તેઓ નોકરી માટે કાઈ રાજા પાસે ગયા, ત્યારે રાજાએ મંત્રીના વચનથી તેઓની પરીક્ષા કરવા માટે તેએને સૂવા માટે એક જ લગ મેકલ્યા. હવે તેઓ દરેક ગર્વિષ્ઠ હાવાથી નાના મોટાના વ્યવહાર રાખતા નહાતા, તેથી તે પલંગ ઉપર સૂવાને માટે પરસ્પર વિવાદ અને ક્લેશ કરવા લાગ્યા. એક કહે કે, હુ' માટે છું, માટે હુ પલંગ ઉપર સૂઇશ, ત્યારે બીજો કહે કે, શુ હું તારાથી હલકા છું? મારા બાપદાદા કાણું? મારું કુટુંબ કોણ? શુ તુ પલંગ પર સૂવે અને મારે નીચે સૂવું પડે એ મારાથી સહન થાય? આવી રીતે તે અભિમાની સુલટ માંથી દરેક જણ પલંગ ઉપર સૂવાને તૈયાર થઈ ગયા; પણ પલ'ગ એક જ હતા, તેથી દરેક સૂઈ શકે તેમ નહેતુ'. છેવટે તેઓ એક ઠરાવ ઉપર આવ્યા કે-બાઈએ ! આપણે બધા માટા છીએ, કોઈ કાઈથી ગાંજ્યુ જાય તેમ નથી, માટે દરેકને સરખા હક છે, તેથી પલંગને વચમાં રાખી તેની સન્મુખ પગ રાખીને સૂઈ એ, જેથી કાઈ કાઈથી નાનુ-મોટુ કહેવાય નહિ આ પ્રમાણે વિવાદનાનિવેશ કરી તે દરેક પલંગની સન્મુખ પગ રાખીને નીચે સૂતા , પરંતુ કોઈ પણ પલગ ઉપર સૂતા નહિ. હવે રાજાએ તેનુ વૃત્તાંત જાણવા માટે રાત્રિએ ખાનગી પુરુષોને ત્યાં મોકલ્યા હતા, તેઓએ સવારમાં જઈને રાત્રિએ છાનેલી હકીકત રાજાને નિવેદન કરી. ત્યારે રાજાએ વિચાર્યું કે-આવી રીતે ઠેકાણા વિનાના, માંામાંહે સંપ વગરના, અને અહ કારી એવા આ સુલટા યુદ્ધાદિક શી રીતે કરી શકશે ? આ પ્રમાણે વિચારી રાજાએ તેમનુ અપમાન કરી કાઢી મૂકયા.
॥૧૦॥