________________
૭૮
જિનતત્ત્વ
કાઉસગ્ગ દ્વારા અન્યને પણ કમસિદ્ધાતની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે.
સાધકે કાઉસગ પોતાની શક્તિ અનુસાર કર જોઈએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસ દ્વારા દોષને નિમૂળ કરતાં જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. શક્તિ કરતાં ઈરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ન કરે છે તે સાધક દંભી કે માયાચારી બને છે.
સાધકે સારી રીતે કાઉસગ કરવાને માટે જીવજંતુરહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસંદગી કરવી -જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ થાય તો તે ઉત્તમ છે. જિનપ્રતિમાની સન્મુખ બેસી પ્રતિમાનું દર્શન કરતાં કરતાં પણ કાઉસગ કરી શકાય છે.
કાત્સગ કરવામાં અર્થાત્ શરીરને સ્થિર કરવામાં સાધકે કેટલાક દેશેનું નિવારણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં એવા ૧૬ પ્રકારના અતિચાર દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે ઘાટકવાદ અતિચાર, એટલે કે ઘડે જેમ થાક ખાવા એકાદ પગ ઊંચે રાખીને ઊભું રહે છે તેવી રીતે ઊભા રહેવું; કુડધ્યાશ્રિત–એટલે કે ભીંતને અઢેલીને ઊભા રહેવું કાકાવલોકન એટલે કે કાગડાની જેમ આમતેમ નજર કરતાં કરતાં કાઉસગ્ન કરવ; લતાવ, એટલે કે લતા અથવા વેલ પવનમાં જેમ આમતેમ વાંકી લે છે તેવી રીતે શરીરને