________________
પ્રકાશકીય ડે. રમણલાલ ચી. શાહનું “જિનતત્ત્વ” નામનું આ પુસ્તક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના “સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ ટ્રસ્ટ”ની ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક તરીકે પ્રગટ થાય છે એ સંઘ માટે આનંદ અને ગૌરવની વાત છે.
સ્વ. દીપચંદભાઈ યુવાન વયે શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્ય તરીકે જોડાયા હતા અને સંધની કાર્યવાહક સમિતિના સક્રિય કાર્યકર રહ્યા હતા. લગભગ સાત વર્ષ સુધી તેમણે મંત્રી તરીકે સંઘને સેવા આપી હતી. સંઘ પ્રત્યે એમને ઘણી મમતા હતી. અને એથી જ એમના અવસાન પછી એમનાં પત્ની શ્રીમતી ધીરજબહેન શાહ તથા પુત્રી છે. તારાબહેન રમણલાલ શાહ તરફથી સ્વ. દીપચંદભાઈના સ્મરણાર્થે રૂપિયા ત્રીસ હજારની રકમ સંધને ભેટ આપવામાં આવી હતી. સ્વ. દીપચંદભાઈની જૈન ધર્મના પ્રચાર માટેની ભાવનાને લક્ષમાં રાખી આ રકમના વ્યાજમાંથી જૈન ધર્મને લગતાં પુસ્તક પ્રગટ કરવામાં આવે એ માટે સંઘે આ રકમને સ્વીકાર કર્યો અને એનું અલગ જાહેર ટ્રસ્ટ કરવાનો નિર્ણય કર્યો કે જેથી બીજા દાતાઓ તરફથી પણ એમાં યથાશક્તિ રકમ ભરાતી રહે અને ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મના જુદા જુદા વિષયનાં પુસ્તક પ્રગટ થતાં રહે. ' સ્વ. દીપચંદભાઈ સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાના વતની હતા. તેમણે ધ્રાંગધ્રા, અમદાવાદ અને લખનૌમાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી તેમણે મુંબઈ આવી દિનકર ટ્રેડિંગ કંપનીના નામથી વેપાર શરૂ કર્યો હતો. વેપારમાં તેમણે પ્રામાણિકતાને આગ્રહ રાખે હતો; એથી એમની પ્રતિષ્ઠા ઘણું વધી હતી અને વેપારમાં એમણે ' સારી સિદ્ધિ મેળવી હતી. વેપારાથે ૧૯૬૩ માં અને ૧૯૬૭ માં એમ બે વખત તેઓ જપાન જઈ આવ્યા હતા.