________________
સંખના
-- ૪૧. આ પ્રકારના વ્રતમાં રહેલાં હોય છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કઈકને દસ-પંદર દિવસ લાગે છે કેઈકને મહિનો કે બે મહિના પણ લાગે, અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વતન કાળ દરમિયાન કેઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેની સાવ ચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે.
વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઈત્યાદિ જોવા ઉપરાંત વ્રત લેનારની વિચાવ કરવા માટે - ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ)
સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુએ આ પ્રકારનું વૈયાવચ્ચ, કરે છે તેને “નિઝામણું” (નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે ચોગ્ય સમયે, યેાગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લેકે આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મ-રમણતામાં રહેવા માટે પ્રેત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિર કરવા માટે તેવા પ્રકારનાં વચનો,
સ્તોત્રો. મંત્રો ઈત્યાદિ સંભળાવવાની જવાબદારી આ નિઝામણ કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત