________________
નિયાણુ
અને તેનું સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે, કે જેથી તે નિયામાં ન પરિણમે.
પિતાનાથી નિયાણ ન બંધાય એ માટે માણસે. ઈચ્છાનિરોધની વૃત્તિ કેળવવી જોઈએ. ચિત્તમાં તૃષ્ણાઓ સતત જાગતી રહે છે. સાધકે કેમે કેમે તૃણુઓ ઓછી. કરતાં જવું જોઈએ. કેટલાક માણસે અજાચકવ્રત ધારણ કરતા હોય છે, અને અનાસક્ત ભાવે પોતાનું કર્તવ્ય કરતા જાય છે. બદલામાં સ્થૂલ લાભની ઈચ્છા તેઓ નથી કરતા. પણ પિતે કરેલા કાર્યની પ્રશંસાની કે માનપાનની સૂક્ષમ એષણ ક્યારેક તેમના મનમાં રહે છે. જેઓ ખરેખર મહાન છે તેઓ તો બીજી એષણાઓ ઉપરાંત લોકેષણાથી પણ પર થઈ જાય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત. તપશ્ચર્યા તેમને મુક્તિ તરફ ત્વરિત ગતિ અપાવે છે.