________________
૨૪
જિનતત્વ રાયરૂપ હતો, તેવી રીતે પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. વળી આવું શુભ નિયાણુ પણ અભિમાનને વશ થઈ માનકષાયથી પ્રેરાઈને, દ્વેષ કે ઈર્ષ્યાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એ કઈ અશુભ આશય ચિત્તમાં થવા લાગે તો તે નિયાણુ પ્રશસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે. તીર્થકર, ગણધર, આચાર્ય વગેરે બનવાની અભિલાષામાં જે સૂક્ષમ માનકષાય રહેલો હોય તો તે માટેનું નિયાણુ પણ અપ્રશસ્ત બની જાય છે.
माणेण जाइकुलरुवमादि आइरियगणधरजिणत्त । सोभग्गाणादय पत्थंतो अप्पसत्थं तु ॥
પ્રશસ્ત નિયાણું સમ્યફ ભાવથી અને સાચી દષ્ટિથી જે બંધાયું હોય તે મોક્ષમાર્ગ પર દઢ રહેવામાં સહાયભૂ ત બને છે. અજ્ઞાની જીવને ખબર નથી હોતી કે ભવાતરમાં પિતાને ક્યાં ક્યાં, કેવી રીતે રખડવાનું આવશે. કેઈક ભવમાં મનુષ્યજન્મ પ્રાપ્ત થયો હોવા છતાં આ * અવતાર મિથ્યાત્વના અંધકારમાં પૂરે થઈ જાય છે. એટલા
માટે ભવોભવ તીર્થંકર પરમાત્માનું શરણ પેતાને સાંપડે
એવું પ્રશસ્ત નિયાણુ અમુક કક્ષાના જીવન માટે ઈષ્ટ . ગણાયું છે. “જયવિયરાય નામના તેત્રમાં વીતરાગ - પ્રભુની સ્તુતિમાં કહેવાયું છેઃ
वारिज्जइ जइ वि नियाणबंधण वीयराय तुह समये । तहवि मम हुज्ज सेवा भवेभबे तुम्ह चलणाण ॥