________________
૨૩
નિયાણ સુધીની તમામ અવસ્થાએ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ કે ઓછી સુખી લાગવાનો સંભવ છે. કાશીએ કરવત મુકાવવા ગયેલા કેઈક દુઃખી મેચીને “ભવાન્તરમાં તારે શું થવું છે?” એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યક્તિઓનાં જીવનને એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે મેચી જેવું કેઈ સુખી જીવન નથી. માટે એણે કહ્યું, “મેલ કરવત ! મેચીના મેચી. - જેઓ ભેગકૃત નિયાણ બાંધે છે તેઓની આરાધના નિષ્ફળ જાય છે. એવા મનુષ્ય, સર્વ દુઃખરૂપી રેગને નાશ કરનાર એવા સંચમને ભોગકૃત નિયાણ દ્વારા નાશ કરે છે.
કાઈક વખત પોતાના તપના ફળરૂપે આત્મવિકાસમાં સહાયરૂપ એવા પુરુષત્વ, શરીરબળ, વજુવૃષભનારા ચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિચાણુ તે પ્રશસ્ત નિયણુ કહેવાય છે. મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ”, “મને હંમેશાં તીર્થકર પરમાત્માનું શરણ મળી રહે ”, “મારાં કર્મોનો ક્ષય થાઓ,
મારાં દુઃખનો ક્ષય થાઓ”, “મને સમ્યફધિ પ્રાપ્ત થાઓ”, “મને સમાધિમરણ સાંપડે” – ઈત્યાદિ પ્રકારનાં નિયણુ તે પ્રશસ્ત નિયાણુ ગણાય છે. અલબત્ત આ નિયાણુ પણ અંતે તે શલ્યરૂપ છે.
ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેને રાગ પ્રશસ્ત હતું, પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંત