________________
'નિયાણું ,
૨૧: રાજા ગુણસેન નિમંત્રણ આપે છે. પારાણું કરાવવાનું નિમંત્રણ આપ્યા પછી રાજા ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશર્માની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભભવ મારી નાખવાનું નિયાણુ સાધુ અગ્નિશમાં બાંધે છે. આવું નિયાણ બાંધવાને પરિણામે અગ્નિશમની પછીના ભાવમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે, જ્યારે ગુણસેનનો જીવ ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા સમરાદિત્યના ભવમાં કેવળજ્ઞાન પામે છે.
દ્વૈપાયન નામના તાપસને પણ અપ્રશસ્ત નિયાણુને પ્રસંગ છે. એમની ઉગ્ર તપશ્ચર્યામાં વિક્ષેપ પડે છે. તેને પરિણામે આખી નગરી બાળી નાખવાનું નિયાણુ તે બાંધે છે, અને તે નગરીને બાળી નાંખે છે.
ભગવાન મહાવીર સ્વામીના સાળમાં ભવમાં પણ નિયાણુની ઘટના બને છે. તેઓ વિશ્વભૂ તિ નામના મુનિ છે. ઉગ્ર તપશ્ચર્યાને કારણે શરીર અશક્ત બન્યું છે. રસ્તામાં ચાલતાં ગાયની અડફેટમાં આવતાં પડી જાય છે. તે વખતે એમની મશ્કરી થાય છે. ત્યારે આવેશમાં આવી જઈને ગાયને શિગડાથી પકડી જેરથી આકાશમાં તેઓ ઉછાળે છે અને નિયાણુ બાંધે છે કે ભવીતરમાં એથી પણ વધુ શક્તિ પિતાને મળે. ઉગ્ર તપશ્ચર્યાયુક્ત નિયાણને પરિણામે અઢારમા ભવમાં તેઓ ત્રિપૃષ્ઠ વાસુદેવ બને છે.
શ્રેણિક રાજા અને ચેલણ રાણીને પુત્ર અજાતશત્રુ ( અથવા કેણિક) પણ અપ્રશસ્ત નિયાણું બાંધે છે અને