________________
E પ્રતિસેવના
. કેઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે, “શું થયું છે?” સામાન્ય રીતે કેઈક રેગનું નામ કહેવાય છે. દાક્તર રેગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે..
" કેઈક વખત એવું પણ સાંભળીએ છીએઃ “છેલ્લી ઘડી સુધી શું રોગ હતું તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને માણસ મૃત્યુ પામે.” * કઈક વખત એવું સાંભળીએ છીએઃ “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.”
તે કોઈ વખત એવું સાંભળીએ છીએ કે “નિદાન બરાબર હતું, પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રેગ. ઘણું આગળ વધી ગયે હતો.”
રેગ થવે, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપચાર નક્કી થા, ઉપચારને તરત બરાબર અમલ થવે અને દર્દી સાજો થવે – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચીવટપૂર્વક વતે છે તે રોગથી. મુક્ત થઈ શકે છે.
જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રેગ પણ હોય છે. શરીરના રોગનાં ચિહ્નો