________________
ત્રિવિજ્ય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભેગવિલાસની કઈ કમી નહતી. છતાં એનો ત્યાગ કરીને તેઓ તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. લગભગ સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે બહુ જ ઓછા દિવસ આહાર લીધો હતો. એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યા બીજી વખત
છ મહિનામાં થોડા દિવસ એાછા એવા સળંગ ઉપવાસ - કર્યો. આઠ-પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તો કેટલીય
વાર કર્યા. શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટંક આહાર લીધે તેનો સરવાળે કરવામાં આવે તો લગભગ એક વર્ષ જેટલો થાય. સાડા બાર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું. ", એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવાં કેટલાંય દિવસ-રાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યા. શરીર ઉપર એમણે એટલે બધે સંયમ મેળવી લીધું હતું કે કઈ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ, ગોવાળ પગમાં તાંબડી ભરાવી ગાય દેહવા બેસે એવા કઠિન દેહિક નામના આસનમાં.
ભગવાન મહાવીરે, આમ, આહાર, નિદ્રા અને આસન એ ત્રણ ઉપર અપૂર્વ વિજય મેળવ્યો હતો અને એમાંથી જ એમની બીજી અનેક શક્તિઓ પ્રગટી હતી. આ