________________
૧૫૪
- જિનતત્તવ
નંદીશ્વર દ્વીપમાં જઈને શાશ્વત જિનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ ઊજવે છે, એમ શાસ્ત્રોમાં કહેવાયું છે.
પર્યુષણ પર્વ એ ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે. દુનિયાના અન્ય કેઈ ધર્મમાં જોવા ન મળે એટલી કઠિન. તપશ્ચર્યા જૈનોમાં આ પર્વ દરમિયાન જોવા મળે છે.. ગામેગામ જ્યાં જ્યાં જૈનોની વસતિ હોય છે ત્યાં કેટલાંચે. માણસે એવાં મળશે કે જે પર્યુષણના આઠેય દિવસ. ઉપવાસ કરતાં હોય. આઠ દિવસ સુધી અન્નનો દાણે. પણ મોઢામાં નાખ્યા વગર તપશ્ચર્યા અને ધાર્મિક ક્રિયાઓ. કરવી એ જેવું તેવું વ્રત નથી. કેટલાંક શક્તિવાળાં સ્ત્રીપુરુષ બાર, સેળ, એકવીસ, ત્રીસ, પિસ્તાલીસ દિવસના. ઉપવાસ કરે છે. કેઈક વાર સાઠ-પાંસઠ દિવસના ઉપવાસ પણ થાય છે. જેમનાથી વધુ ઉપવાસ ન થાય તે ચાર, ત્રણ, બે કે છેવટે પર્વના છેલ્લા દિવસને-સંવત્સરીને એક ઉપવાસ કરે છે, ઉપવાસ ન થાય તો એકાસણું એકટાણું કરે છે. * પર્યુષણ એ દાન અને દયાનું પણ પર્વ છે. દુનિયાન. અર્થશાસ્ત્રીઓ કહે છે કે જૈન સમાજ દાનમાં જેટલે પિસે ખચે છે, તેટલો વ્યક્તિદીઠ સરેરાશે ભાગ્યે જ બીજે કઈ સમાજ ખરોતે હશે. એ દાનની સૌથી મેટી. પ્રવૃત્તિ પર્યુષણ દરમિયાન થાય છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને અભયદાન–એમ ત્રિવિધ પ્રકારે એ પ્રવૃત્તિ થાય. છે. અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. દયા વિશેષતા .