________________
પર્વાધિરાજ પર્યુષણ–૧
૧૫૩ સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા દ્વારા, વિવિધ વાનગીએના ઉપગ વડે, પરસ્પર મિલન અને શોભાયાત્રા વડે આનંદ વ્યક્ત થતું હોય છે, તે કેટલાંક પર્વેમાં ધાર્મિક અનુષ્ઠાને, વિધિવિધાને, એકટાણું, ઉપવાસ, ત્યાગ-તપશ્ચર્યા, દાન અને દયા, સાદાઈ અને નિરાબર વગેરે દ્વારા આનંદ વ્યક્ત થતો હોય છે. પર્વનો મહિમા . લોકહૃદયમાં કે અને કેટલો છે તે એ દિવસની કેની. પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે.
“પયુષણ” શબ્દ સંસ્કૃત છે, સાચે શબ્દ છે “પર્યુંષણ સંસ્કૃત રિ+૩ષા (૩૬) પરથી તે આવેલ છે. એનો અર્થ થાય છે સમસ્ત પ્રકારે વસવું અર્થાત્ એક સ્થળે સારી રીતે રહેવું. ચોમાસા દરમિયાન આ પર્વ આવે છે. પરંતુ સાધુઓને માટે તો સમસ્ત ચાતુર્માસને | લક્ષમાં રાખીને આ શબ્દ પ્રજા હશે, કારણ કે સાધુ
સંતાએ ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સ્થિર વસવાટ કરી ધમની આરાધના કરવાની હોય છે. પર્યુષણ” શબ્દને લાક્ષણિક અર્થ એ છે કે આ પર્વ દરમિયાન માણસે આત્માની સમીપ જઈને વસવાનું હોય છે, એટલે કે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળવાનું હોય છે.
શ્રાવણ મહિનાના અંતના અને ભાદરવા મહિનાના આરંભના એમ મળી આઠ દિવસનું આ પર્વ છે. એટલા માટે પર્યુષણને અઠ્ઠાઈ મહત્સવ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઈન્દ્ર વગેરે દેવતાઓ