________________
૧૪૨
- જિનતત્વ થવું જોઈએ કે મળેલા વિવિધ પ્રકારના આહાર વિશે બીજા સાધુઓ પાસે પ્રશંસા, છણાવટ, ટીકા કે નિંદા ન કરવી જોઈએ.
જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કેઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુએ આહાર તે નહિ જ પરંતુ પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા. -વિહારી લાવે છે તે પણ આખા દિવસની સામટી વહારતાનથી. એક ટંકનું વધેલું ભેજન બીજા ટંક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલકે પિતાની જરૂરિયાત કરતાં હમેશાં થોડું ઓછું જ વહેરી લાવે છે, જેથી અન્ન ફેંકી દેવાને દેષ ન લાગે. ગોચરી વહેરતી વખતે પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ્ય (સૂઝતે) આહાર મેળવવા માટે ઘણું જ કાળજી રાખવી પડે છે. “આચારાંગસૂત્ર', કલ્પસૂત્ર અને બીજા ગ્રંથોમાં ગોચરીના ઘણા બધા કડક નિયમે દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત કેટલાક નિયમે વર્તમાન સમયમાં કેટલાક સાધુઓ બરાબર પાળતા
ન હોય તે તે જુદી વાત છે, પરંતુ એકંદરે ગોચરીની " પ્રથા અખંડિત જળવાઈ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ-સાધ્વીઓનું ત્યાગમય જીવન હમેશાં આદરને પાત્ર રહ્યું છે. એટલા માટે હજારો જૈન સાધુ-સાધ્વીઓના નિર્વાહની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક ઉઠાવત રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થને