________________
જિનતત્વ
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર, નિદ્રા અને ચંચલત્વનાં લક્ષણે સામાન્ય રીતે રહ્યા કરે છે. એ ત્રણેય ઉપર જેટલે અંશે વિજય મેળવી શકાય તેટલે અંશે આત્માના સ્વભાવ તરફ ગતિ કરી શકાય. માણસ આહાર ઓછો લે અથવા ન લે અને છતાં પ્રસન્ન રહે એ સરળ વત નથી. માણસ અ૫ નિદ્રા લઈને અથવા નિદ્રા ન લઈને સ્કૂર્તિમય રહે એ કઠિન વાત છે. માણસ એક જ -આસને લાંબા સમય બેસી શકતો નથી. અંગ જકડાઈ જાય છે, શરીર થાકી જાય છે.
સારું ખાવું-પીવું, હરવું-ફરવું, આરામ કરવો, આનંદ-પ્રભેદમાં સમય પસાર કરે એ તન અને મનનું ભૌતિક સુખ છે, આત્મિક સુખ નથી. માણસ ભૂખ્યા રહેવાને, ઓછી નિદ્રા લેવાને અને કોઈ એક આસને લાંબે સમય સ્થિર રહેવાને મહાવરે જે કરવા માંડે તે કમે કમે તેમાં આગળ વધી શકે. પરંતુ એવું કરવાની જરૂર શી? – એવો પ્રશ્ન થશે. આત્માના મૂળ સ્વભાવ પ્રતિ ગતિ કરવા માટે જ એની જરૂર છે. એ માટે આનંદ, ઉલ્લાસ, ધગશ, પુરુષાર્થ ઈત્યાદિના ઉત્કટ ભાવ હોય તે ચૈતન્યને સવિશેષ આવિષ્કાર થાય, અન્યથા આ બધું માત્ર દેહકષ્ટ કે વેઠ બરાબર લાગે.
જે મનુષ્ય આહાર, નિદ્રા અને આસન ઉપર છેડે પણ કાબૂ મેળવે છે તે પોતાની સ્થૂળ તથા સૂક્ષ્મ ઇન્દ્રિ ઉપર સંયમ મેળવવા લાગે છે. થડે પણ ચોગાભ્યાસ