________________
દ ત્રિવિજય
- જીવમાત્રના દેહની કેટલીક ખાસિયત છે. જીવન ટકાવી રાખવા માટે દરેક જીવને પિતાની કક્ષાનુસાર ળ કે સૂક્ષ્મ આહારની જરૂર પડે છે. જીવસૃષ્ટિમાં ઉચતમ કક્ષામાં મનુષ્ય છે. મનુષ્યને પિતાનું શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો પડે છે. આહાર ઉપરાંત નિદ્રાની પણ જરૂર રહે છે. નિદ્રાવસ્થામાં શરીર ઘણુંખરું મર્યાદિત હલનચલનવાળું બને છે. પરંતુ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતાં શરીરને સારું રાખવા માટે હલનચલન, વ્યાયામ, હરવુંફરવું ઈત્યાદિની અપેક્ષા રહે છે.
દેહમાં આત્મા વસેલો છે. આત્મા અને દેહનાં લક્ષણે વિભિન્ન છે. આહાર ન લેવો એટલે કે અણહારીપણું એ આત્માને સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને આહારના સંસ્કાર પડેલા છે. આહાર એ આત્માની વિભાવ દશા છે. તેવી જ રીતે સતત જાગ્રત અવસ્થા એ આત્માને સ્વિભાવ છે. પરંતુ અનાદિથી જીવને નિદ્રાના સંસ્કાર પડેલા છે. નિદ્રા એ આત્માની વિભાવ દશા છે. સંપૂર્ણ સ્થિરતા– અચલત્વ એ આત્માને સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને ચંચલતાના સંસ્કાર પડેલા છે. ચંચલતા એ આત્માની વિભાવ દશા છે. . જિ.- ૧