________________
૧૪૦
જિનતત્વ થાય નહિ તથા પિતાના સંયમપૂ ર્ણ વ્યવહારને ગેચરી માટેના આવાગમનના કારણે દેષ લાગે નહિ. ગૃહસ્થના ઘરે એમનું ભજન પતી ગયા પછી જે સાધુ આહાર લેવા જાય તે વધેલા આહારમાંથી ગેચરી વહેરાવતાં ગૃહસ્થને સંકેચ થાય નહિ; એમને માથે બે પડે નહિ; એમનું મન પ્રસન અને આદરયુક્ત રહે. જ્યાં જમણવાર (સંખડી) હોય ત્યાં સાધુએ ગોચરી વહેરવા ન જવું જોઈએ, કારણ કે ત્યાંને આહાર ભારે સ્વાદિષ્ટ અને રસેન્દ્રિયને સતેજ કરે તેવો, મનમાં વિકારે જન્માવે તેવો હોય છે. વળી ત્યાં ગિરદી, પડાપડી કે ધસારો બહુ હોવાના કારણે સાધુ પ્રત્યે આદરભાવ સચવાય નંહિ. સાધુએ ગર્ભવતી કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ગેચરી ન વહેરવી જોઈએ. સાધુઓએ જે ઘરમાં પુરુષ વર્ગ હાજર હોય નહિ અને યુવતી કે યુવતીઓ હોય તેવા ઘરે એકલા વારંવાર જવું નહિ. અને જવું પડ્યું હોય તે નીચી દષ્ટિ રાખી ગેચરી વહોરી લેવી જોઈએ. ગોચરીને નિમિત્ત મહિલાવર્ગ સાથે વાત-વ્યવહાર -ન વધે એ પ્રત્યે સાધુઓએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ગોચરી તેમના સંયમિત જીવનને પોષનારી, શોભાવનારી -બનવી જોઈએ, તેમને પ્રમાદી કે પતિત કરનારી નહિ. એટલા માટે સાધુઓએ રોજ જુદી જુદી દિશામાં જુદા જદા ઘરે ગોચરી વહોરવા જવું જોઈએ. જેથી અમુક જ ઘર કે ભક્ત પ્રત્યે અનુરાગ જમે નહિ. “પંચાશક -ગ્રંથમાં “પિડવિધાન” વિશે કહ્યું છે કે જે સાધુ દોષ