________________
સંયમની સહચરી ગોચરી
૧૩૯ કહેવામાં આવે છે. જે આહારની બાબતમાં ઉદ્યમ, ઉત્પાદન અને અશનના પ્રકારના સ્થૂળ-સૂમ હિંસાદિ. બહુ દેષ રહેલા હોય તેવો આહાર સાધુએ ગૃહસ્થના ઘરેથી ગ્રહણ ન કરવું જોઈએ. અભક્ષ્ય કે અગ્રાહ્ય. ખાદ્ય પદાર્થોની સવિસ્તર યાદી શાસ્ત્રગ્રંથમાં આપવામાં આવી છે.
જૈન સાધુઓએ શક્ય હોય ત્યાં સુધી દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેવો જોઈએ. બીજી વાર આહાર લેવાની જરૂર પડે તો તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવું જોઈએ. તેઓએ બેતાલીસ પ્રકારના (અન્ય મતા-- * નુસાર સુડતાલીસ પ્રકારના) દેષથી રહિત એવો આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેવાના હોય છે, સ્વાદેન્દ્રિયને સતેષવા, કે દેહને બળવાન, હૃષ્ટપુષ્ટ બનાવવા. માટે નહિ. શરીર કે મનમાં વિકારે જમાવે એ આહાર (વિગઈ) વન્ય ગણાય છે. એથી જ તેઓ. બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે અને સ્વાધ્યાય, ધ્યાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં ચિત્ત સારી રીતે પાવી શકે છે. મિતાહારી, કૃશકાય સાધુ ધાર્મિક સંપ્રદાયની શોભારૂપ મનાય છે.
જૈન સાધુઓએ પિતાના આહારને માટે ગોચરી. વહારવા એવી રીતે જવું જોઈએ કે જેથી ગૃહસ્થને તેમના પ્રત્યે અનાદરને ભાવ થાય નહિ, પિતાના કે અન્ય ધર્મના બીજા સાધુઓ કે ભિક્ષુકને ઠેષ કે ઈર્ષ્યા.