________________
સંયમની સહચરી ગોચરી
૧૩૩
એક પણ વસ્ત્ર ધારણ ન કરવું—એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને
આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું આ તપસ્વી જીવન શક્ય છે.
અઢી હજાર વર્ષથી જૈન સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનો ઘણાં કારણમાંનું એક કારણ તે તેઓની ગેચરી અને પાદવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત વિહાર કરતાં રહેવાને કારણે તથા રેજ જુદા જુદા વિસ્તારનાં જુદાં જુદાં ઘરમાંથી
ડે છેડે આહાર વહેરી લાવવાને લીધે જૈન સાધુસાવીઓને સ્થળ, સંઘ કે વ્યક્તિઓ સાથે રાગદ્વેષનાં નિમિત્તી ઓછાં રહે છે અને તેથી સમાજને તેમના પ્રત્યે પૂજ્યભાવ રહે છે.
' ભગવાન મહાવીર રાજકુમાર હતા. રાજવૈભવમાં તે ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક એવો વિવિધ પ્રકારને આહાર, ખાઈ શકાય તે કરતાં પણ વિપુલ પ્રમાણમાં, સ્વાધીનપણે. મળે, પરંતુ એવા રાજવૈભવને ત્યાગ કરી ભગવાન મહાવીરે સ્વેચ્છાએ સંન્યસ્ત સ્વીકારી, એક ઘરેથી બીજા ઘરે ફરીને લુખ-સુક્કો આહાર ગ્રહણ કરવાનું ચાલુ કર્યું તે ઉપરથી જ દેહભાવ કરતાં તેમને આત્મભાવ કેટલો ઊંચો હશે તેની પ્રતીતિ થાય છે.