________________
- Ed સંયમની સહચરી ગોચરી
ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશનો વિચાર કરીએ. છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘની. સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ–સાવીઓના આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાને સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ. આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને. પિતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચરતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે; દિગંબર સાધુઓને જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે.
દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં, હાથમાં. લઈને આહારપાણી કરી લેવા અને પછી બીજા દિવસ. સુધી અન્નનો દાણે કે પાણીનું ટીપું મેઢામાં ન મૂકવું, - સખત શિયાળે હોય કે ભર ઉનાળે હય, શરીર ઉપર