________________
આલોચના
૧૧૫
(૫) પ્રકુવક : આલોચના કરનારને અતિચારેની તરત શુદ્ધિ કરાવવામાં સમર્થ. . (૬) અપરિસોવી : આલોચના કરનારના દેશની વાત બીજાને ન જણાવનાર. બીજાના દેની ગુપ્ત વાત પિતાના મનમાં જ રાખવી જોઈએ. એ બીજાને કહી દેવાથી
આલોચના કરનારનો વિશ્વાસ ઉઠી જાય છે. વળી એથી પિતાને પણ દેષ લાગે છે.
(૭) નિર્યાપક : આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપી તે પાર પડાવવામાં કુશળ, આલોચના કરનારની શક્તિને લક્ષમાં રાખી કેમે કમે તેની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી દોષની શુદ્ધિ કરાવવામાં સમર્થ.
(૮) અપાયદશી : આલોચના કરવામાં આનાકાની કરનારને તે ન કરવાથી કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડે છે તે શાસ્ત્રાનુસાર સમજાવી તેને આલોચના કરવાની પ્રેરણા કરવામાં નિપુણ.
દોષના એકરાર વખતે સામાન્ય રીતે બે જ વ્યક્તિ હેવી જોઈએ : એક દેષ કહેનાર અને બીજી એ દેષ સાંભળીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર, આ પ્રકારની આલોચનામાં ફક્ત બે જ વ્યક્તિ હોવાથી દેશની વાત સાંભળનાર માત્ર ચાર જ કાન હોય છે. માટે એ પ્રકારની આલોચનાને “ચતુષ્કર્ણ આલોચના કહેવામાં આવે છે.
કેટલીક વખત અપવાદરૂપ સંજોગોમાં બીજી એક અથવા બે વ્યક્તિની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેમ