________________
૧૧૪
જિનતત્ત્વ
જાણતાંઅજાણતાં છાંટા ઊડવાને સંભવ રહે છે. અન્ય વ્યક્તિઓના હિતને નુકસાન ન થાય એટલા માટે પણ કેટલાક લોકે જાહેરમાં પાપને એકરાર કરતા નથી, અથવા કરે છે તે પૂરી વિગત વિના કરે છે. છે જેની પાસે પાપનો એકરાર કરવાનું હોય એવી
વ્યક્તિ તે માટે યોગ્ય પાત્ર હોવી જોઈએ, કારણ કે આલોચના કરનાર અને સાંભળનાર એ બે વચ્ચે ભવિષ્યમાં કદાચ અણબનાવ થાય ત્યારે પણ પાપના એકરારની વાતને તે ગેરલાભ ઉઠાવે નહિ કે તે વડે વેર લેવા પ્રયત્ન કરે નહિ.
દેની આલોચના સાંભળી પ્રાયશ્ચિત્ત કરાવનાર વ્યક્તિના આઠ પ્રકારના ગુણ ભગવતીસૂત્રમાં નીચે પ્રમાણે બતાવ્યા છે ?
(૧) આચારવાન : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોથી યુક્ત.
(૨) અવધારણાવાન ? સારી યાદશક્તિ અને ગ્રહણશક્તિ ધરાવનાર, જેથી દોષ અનુસાર શાસ્ત્રસંમત, ચોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે.
" (૩) વ્યવહારવાન : આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત એ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર.
(૪) અપ્રવીડક : લજજા કે સંકેચને કારણે શિષ્ય પિતાને દેવ ન બતાવી શકે તે મધુર વત્સલ વાણી દ્વારા એની લજજાને દૂર કરી આલોચના કરવા પ્રેરે.