________________
જિનતત્ત્વ ફાવે તેમ દોડે અને કદાચ પિતાના ઉપર બેઠેલા સવારને ફગાવી દે. પરંતુ જે લગામ હાથમાં હોય તો ઘેડાને આવ
શ્યક નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘોડાને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચક્ખાણરૂપી લગામની આવશ્યકતા છે.
આપણું જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનેમાંથી બચાવવાને માટે પશ્ચફખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારો એટલા માટે કહે છે કે પચ્ચક્ખાણ વિના સુમતિ નથી, મોક્ષ નથી. જે પચ્ચક્ખાણની આવશ્યકતા ન હોય તે નિગોદના જ સીધા મેક્ષે જાય.
ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતો “હે ભગવાન! પચ્ચક્ખાણનું ફળ શું?”
ભગવાને કહ્યું, “હે ગૌતમ! પચ્ચકખાણનું ફળ સંયમ છે.”
सेणं । पच्चख्खाणे कि फले ।
गोयमा । संजमे फले । ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેઃ
पचख्खाणेण आसवदाराई निरुंभइ । पचख्खाणेण इच्छानिरोहं जणयई । .
એટલે કે પ્રત્યાખ્યાનથી આશ્રવઠારે એટલે કે પાપનાં 'મારે બંધ થાય છે અને ઈચ્છાનિરોધ અથવા તૃષ્ણાનિધિ