________________
જિનતત્વ
પ્રાચીન સમયથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના. • દિવસમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના
ઉપર (ઘણુંખરું ખીમશાહી પિથી અનુસાર), વિવરણ થાય છે. કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી વધુ ગાથા કે કપ્રમાણ જેટલું ગણી શકાય. એટલા માટે ક૯પસૂત્ર “બારસાસ્ત્ર” તરીકે પણ ઓળખાય છે. પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યા
ખ્યાન દરમિયાન સાધુ-ભગવંતે આખું “બારસાસૂત્ર” સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી. છે તે દર્શાવે છે. . પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશેનું લખાણ જે દિવસે વંચાય છે તે દિવસે “મહાવીર જયંતી” (મહાવીર જન્મવાચન દિન) તરીકે ઉજવાય છે. તે દિવસે સુપન (સ્વપ્ન ) ઉતારવાની અને જમવાઈનો ઉત્સવ ઉજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. . . . . . . . '
કલપસૂત્ર એક એવો અપૂર્વ ગ્રંથ છે કે જેના ઉપર સમયે સમયે પૂર્વાચાર્યોને સવિસ્તર ટીકા કે વિવરણ લખવાનું મન થયું છે. હજારે બ્લેક એના ઉપર વિવરણરૂપે લખાયા છે જે એ કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલા સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથમાંના કેટલાક નીચે મુજબ છે : : :