________________
નિશ્રામાં સૌરાષ્ટ્ર મધ્યે જુનાગઢ, મોટી પાનેલી, થાણાદેવળી, જેતપુર, અમરેલી અને કટકમાં પ્રતિષ્ઠા મહે ઉજવાયાં છે. તેમ જ સૌરાષ્ટ્રનાં જુદા જુદા ગ્રામ-શહેરોમાંથી શ્રી ગિરનારજીના-૩, શ્રી સિદ્ધાચલજીના-૨, અંજાર પાર્શ્વનાથજી તથા બરેવાજીના એક એક તેમ જ બિહાર રાજ્યનાં બેરમો શહેરથી બે બે વખત અને કલકત્તા મહાનગરથી શ્રી સમેતશિખરજી મહાતીર્થના એક એમ કુલે મળી દશ છરી” પાળતા સંઘ નિકળેલ છે.
આપશ્રીની નિશ્રામાં, બહદુ અષ્ટોત્તરી શાંતિનાત્ર તથા શ્રી સિદ્ધચક્ર પૂજ્ય આદિ ૫૦ની સંખ્યામાં ઉજવાયા છે. આપશ્રીની પ્રેરણાબળે ધ્રાંગધ્રા શહેરમાં સત્તર છેડનું ઉજમણું તથા સાધર્મિક શિક્ષણ સેવા માટે પાઠશાળાની સ્થાપના, તેમ જ સાધારણ ખાતાના તેટાની પૂર્તિઓ ઈત્યાદિ અનેક શુભકાર્યો થયા છે.
આપશ્રીનાં અમેઘ પ્રેરણા બળે વર્ષોથી શલાન્યાસ થઈ અપૂર્ણ રહેલ દહેરાસરજીનું બાંધકામ પૂર્ણ થઈ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ખૂબ જ * હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાઈ ગયેલ છે. દેવદ્રવ્ય તથા શ્રી સાધારણ ખાતામાં અનેરી અભિવૃદ્ધિ થવા પામેલ છે.
આપશ્રીનાં શ્રી કટક સંઘ તથા અનેક અન્ય બીજા શ્રીસંઘે ઉપર થયેલ ઉપકાર બદલી શ્રી કટક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે આપશ્રીને “શાસન પ્રભાવક”નું બિરૂદ અર્પણ કરવાને વિધિસરને નિર્ણય લેતા ગૌરવ અનુભવેલ છે. આપ અમારી ઉપરોક્ત ભાવના વિનંતિને સ્વીકાર કરી અમ સહુ શ્રીસંઘના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી આભારી કરશોજી. - શ્રી શાસન અધિષાક દેવો આપશ્રી દ્વારા આવા તથા બીજ અનેકાનેક શાસન પ્રભાવનાનાં મંગળમય અને શુભકાર્યો કરાવવા સંપૂર્ણ સુખશાતા બક્ષે એવી પ્રાર્થના કરીએ છીએ. સંવત ૨૦૩૦ જેઠ વદ ૫ આપના ગુણાનુરાગી અને ઉપકૃત રવિવાર તા. ૨૫-૫-૦૪ શ્રી કટક જન ક્ષે. મતિપૂજક સંધ
હરિદ્વાવસ્થામાં હો” અ૫હાન પશુ ઉત્કટ ભાવેહલાસને
કારણ મહાન ફળ આપનારું થાય,
૭.